Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફિટનેસ સર્ટિફિકેટ વિના ડોલિયા–દેણવા બ્રિજનું લોકાર્પણ થયું હોવાના આક્ષેપ, રૂ.66 કરોડના બ્રિજની સલામતી સામે સવાલો : વર્ષોના વિલંબ બાદ બ્રિજ શરૂ કરાયો હોવા છતાં પિલરમાં તિરાડો અને ભારે વાહનો પર પ્રતિબંધનો મુદ્દો ચર્ચામાં; કોંગ્રેસના સંદીપ મંગરોલાએ મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી

Share

 

ભરૂચ,

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ–જંબુસર માર્ગ પર આવેલા ડોલિયા–દેણવા બ્રિજના બાંધકામ અને સલામતીને લઈને વિવાદ ઊભો થયો છે. અંદાજે રૂ.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના બાંધકામમાં વર્ષો સુધી વિલંબ થયા બાદ હવે ફિટનેસ સર્ટિફિકેટ વિના જ લોકાર્પણ કરવામાં આવ્યું હોવાના અખબારી અહેવાલથી અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ મંગરોલાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય અને સ્વતંત્ર તપાસની માગ કરી છે.

સંદીપ મંગરોલાના જણાવ્યા મુજબ, બ્રિજના બાંધકામમાં થઈ રહેલા વિલંબ અંગે તેમણે અગાઉ 18 ઓગસ્ટ 2025ના રોજ માર્ગ અને મકાન વિભાગના અગ્ર સચિવને રજૂઆત કરી હતી. ત્યારબાદ 14 ઓગસ્ટ 2026ના રોજ ફરી રજૂઆત કરીને વિલંબનાં કારણો, ખર્ચની વિગતો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી.

દરમિયાન, 20 નવેમ્બરના અખબારી અહેવાલમાં માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસરના નિવેદનને ટાંકીને બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ હજી આપવામાં આવ્યું ન હોવા છતાં 23 ઓગસ્ટ 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને પિલરમાં તિરાડો હોવાના મુદ્દા પણ સામે આવ્યા છે.

આ અંગે મંગરોલાએ સવાલ ઉઠાવ્યો છે કે ફિટનેસ સર્ટિફિકેટ વિના લોકાર્પણ કયા આધારે કરવામાં આવ્યું? બ્રિજની સ્ટ્રક્ચરલ સલામતી અને બાંધકામની ગુણવત્તાની ચકાસણી પૂર્ણ થઈ હતી કે કેમ? વર્ષો સુધી વિલંબ થવા છતાં જવાબદારી કોની નક્કી કરવામાં આવી?

તેમણે બ્રિજનું સ્વતંત્ર નિષ્ણાત એજન્સી મારફતે સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરાવવા, ટેન્ડર, વર્ક ઓર્ડર, માપપોથી, ગુણવત્તા પરીક્ષણ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના રેકોર્ડ તપાસવા તેમજ ગેરરીતિ કે બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

મંગરોલાએ જણાવ્યું હતું કે, આ માત્ર બ્રિજના બાંધકામનો પ્રશ્ન નથી, પરંતુ કરોડો રૂપિયાના જાહેર નાણાં અને હજારો નાગરિકોની સલામતી સાથે જોડાયેલો મુદ્દો છે. બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી નાગરિકોની સલામતી માટે જરૂરી સાવચેતીનાં પગલાં લઈ સમગ્ર હકીકત જનતા સમક્ષ જાહેર કરવામાં આવે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી : ઝાડેશ્વર શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભીડ, ઠંડા ભોજન સાથે માતાજીની પૂજા-અર્ચના

ProudOfGujarat

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, આ મોટા નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!