Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ હાઈવેની 21 હોટેલોમાં તવાઈ, 6ને નોટિસ : એક હોટેલને તાત્કાલિક બંધ કરાવાઈ; 18 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો, દિવાળી વેકેશનમાં મુસાફરોના આરોગ્યની ચકાસણી તેજ

Share

 

। ભરૂચ ।

Advertisement

દિવાળી વેકેશન દરમિયાન નેશનલ હાઈવે-48 પરથી મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરી રહ્યા છે, ત્યારે તેમને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ હાઈવે પરની હોટેલોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરા-ભરૂચ-સુરત નેશનલ હાઈવેની ભરૂચ જિલ્લાની હદમાં આવતી અત્યાર સુધીમાં કુલ 21 હોટેલોમાં તપાસ કરવામાં આવી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન બદલ 6 હોટેલને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક હોટેલને સુધારા ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવી છે.

આરોગ્ય મંત્રીની સૂચના હેઠળ હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશમાં હોટેલોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા, રસોઈમાં વપરાતા કાચા માલની શુદ્ધતા, રસોડાની સ્વચ્છતા અને કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મુસાફરોને આરોગ્યપ્રદ અને પોષણયુક્ત ભોજન મળે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના શિડ્યુલ-4ની જોગવાઈઓનું પાલન નહીં કરતી 6 હોટેલોને સુધારા નોટિસ આપવામાં આવી છે. જ્યારે એક હોટેલને જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની કાર્યવાહી કરાવવામાં આવી છે. આ ઉપરાંત આશરે 18 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી, જેમાં પંજાબી ગ્રેવી, શાકભાજી અને અન્ય કાચો માલ સામેલ હતો, તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે પણ સૂચના

તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને આઇસક્રીમના વેચાણ અંગે પણ સ્પષ્ટતા રાખવા સૂચના આપવામાં આવી છે. દૂધમાંથી બનેલા આઇસક્રીમ અને પામતેલ તથા મિલ્ક પાવડરમાંથી બનતા ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકો જાણી શકે તે માટે સ્પષ્ટ બોર્ડ લગાવવાનું રહેશે.

તંત્રએ આગામી દિવસોમાં પણ નેશનલ હાઈવે પરની તમામ હોટેલોમાં તપાસ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે. મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના 28 કર્મીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

માંગરોળ : કમોસમી વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!