Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના 28 કર્મીઓનું સન્માન કરાયું

Share

ભરૂચ.
સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ નગરપાલિકામાં ફરજ બજાવતાં ફાયર બ્રિગેડના લાશ્કરોને તેમની કામગીરીને લઇને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ નગર પાલીકાના સભાખંડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં 28 કર્મીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલે જણાવ્યું હતું કે, અગ્નિશામકો દ્વારા તેમની ફરજથી ઉપર ઉઠીને ફક્ત જીવન અને સંપત્તિનું રક્ષણ જ નહીં, પણ મુશ્કેલીમાં મુકાયેલાં પક્ષીઓ અને પ્રાણીઓને બચાવીને અવિશ્વસનિય કરૂણા પણ દર્શાવે છે. ત્યારે આ નિર્દેષ જીવોને બચાવવામાં તેમની હિંમત, દયા અને ઝડપી કાર્યવાહી સેવા અને માનવતાના ઉચ્ચતમ મુલ્યોને પ્રતિબંધિત કરે છે. તે અભુતપૂર્વ યાદ અપાવે છે કે, વીરતા ઘણા સ્વરૂપોમાં આવે છે, અને તેમનુ સમર્પણ ધ્યાન બહાર નથી જતું. માનવ અને પ્રાણી બન્નેના રક્ષક બનવા બદલ તેમણે ફાયર એન્ટ ઇમરજન્સી સર્વિસના તમામ કર્મીઓનો આભાર માન્યો હતો.

Share

Related posts

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર માં બે અલગ-અલગ વિસ્તારોમાં દિન દહાડે બે મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી ચોર ફરાર

ProudOfGujarat

રાજપીપળા : ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેકના નાળામાં વરસાદનું પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!