Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના જૂના બજાર વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભુવો પડતાં દોડધામ  :  પાલિકા અને પોલીસે તાત્કાલિક બેરિકેટ લગાવી વિસ્તાર સીલ કર્યો; સદનસીબે જાનહાનિ ટળી, સ્થાનિકોમાં ચિંતા વ્યાપી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં અચાનક અંદાજે 8થી 10 ફૂટ ઊંડો ભુવો પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકા અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભૂવાની આસપાસ બેરિકેટ લગાવી વિસ્તાર સુરક્ષિત કરી દીધો હતો. સદનસીબે ભુવો પડ્યો ત્યારે કોઈ વાહન કે વ્યક્તિ તેમાં ખાબકી ન જતાં મોટી જાનહાનિ ટળી હતી.

તાજેતરમાં ભરૂચ શહેરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા અને રસ્તાઓને થયેલા નુકસાન અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. તે વચ્ચે જૂના બજાર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ અચાનક મોટો ભુવો પડતાં માર્ગ પર અવરજવર ખોરવાઈ ગઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભુવો અંદરથી વધુ પહોળો અને ઊંડો હોવાનું જણાતાં ભારે વાહન પસાર થાય તો વધુ નુકસાન થવાની અને વાહન અંદર ગરકાવ થઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને પાલિકાના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે સુરક્ષાના ભાગરૂપે ભુવાની આસપાસ બેરિકેટ ગોઠવી લોકોને ત્યાંથી દૂર રહેવા સૂચના આપી હતી. પાલિકા દ્વારા ભુવાની મરામત અને રસ્તાને સલામત બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સામાન્ય વરસાદ બાદ જ શહેરના મુખ્ય માર્ગ પર ભુવો પડવાની ઘટનાએ રસ્તાઓની ગુણવત્તા અને જાળવણી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ વરસાદી સિઝન દરમિયાન શહેરના તમામ નબળા માર્ગોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી સમારકામ કરવાની માંગ કરી છે. ખાસ કરીને જૂના ભરૂચ વિસ્તારમાં મકાનો એકબીજાને અડીને આવેલા હોવાથી જો આવી જ સ્થિતિ રહેણાંક વિસ્તારોમાં સર્જાય તો મોટી દુર્ઘટના બની શકે તેવી ચિંતા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.


Share

Related posts

ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…

ProudOfGujarat

રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે અંકલેશ્વર ખાતે મતદાન કર્યું…

ProudOfGujarat

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!