Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના વાડી ગામ પાસે ઈકોની ટક્કરે 19 વર્ષીય યુવકનું કરુણ મોત : વાલિયા તાલુકાના રૂંધા ગામના યુવકને પુરઝડપે આવતી ઈકો ગાડીએ અડફેટે લીધો, ગંભીર ઈજાઓના  કારણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ઉમરપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાડી ગામ પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે દોડી રહેલી ઈકો ગાડીએ 19 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રૂંધા ગામના તાળ ફળિયામાં રહેતા પરેશભાઈ ગોપીચંદભાઈ ચૌધરીના 19 વર્ષીય પુત્ર સીમિતભાઈ પરેશભાઈ ચૌધરી તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

વાડી ગામેથી વાલિયા તરફ જતા માર્ગ પર વાડી ફળિયાના બસ સ્ટેશન નજીક પ્રભાતભાઈ ગીંબીયાભાઈ વસાવાની દુકાન સામે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ઈકો ગાડી નંબર GJ-19-AF-0677નો ચાલક જસવંતસિંહ ગણપતસિંહભાઈ વસાવા (રહે. વાડી ગામ, ભાથીજી મંદિર ફળિયું, તા. ઉમરપાડા, જી. સુરત) પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.

ચાલકે સીમિતભાઈને જોરદાર ટક્કર મારતાં તેમને મોઢાના ભાગે, માથામાં તેમજ જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા પરેશભાઈ ચૌધરીએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઈકો ગાડીના ચાલક જસવંતસિંહ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જૂની પેન્શન યોજના શરૂ કરવા લીંબડી શિક્ષક સંઘ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર- પાણીની અછત હોવાના કારણે પાલિકા હવે પ્રજાને પીવાનું પાણી એક દિવસના આંતરે પહોંચાડશે.

ProudOfGujarat

ગાંધીનગર : બુટલેગરોનો નવો કીમિયો ! એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર દર્દી હોય તેમ દારૂની પેટીઓ ગોઠવી, ઉપર કપડું ઢાંક્યું, તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!