Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની કે.જે. પોલિટેક્નિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી :  સિલેબસ સમયસર જાહેર ન કરાયો હોવાનો આક્ષેપ, ભણાવવામાં ન આવેલા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો : જીટીયુના નિયમો અને પરીક્ષાની પદ્ધતિનું પાલન કરવા વિદ્યાર્થીઓની માંગ, પ્રિન્સિપાલ સમક્ષ સામૂહિક લેખિત ફરિયાદ રજૂ કરી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચની શ્રી કે.જે. પોલિટેક્નિક કોલેજમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના આયોજનથી લઈને પ્રશ્નપત્રની રચના અને મૂલ્યાંકન પદ્ધતિ સુધીના વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ કોલેજ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પરીક્ષાનો સિલેબસ સમયસર જાહેર કરવામાં આવતો નથી, જ્યારે વર્ગખંડમાં ભણાવવામાં ન આવેલા મુદ્દાઓમાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોવાથી પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સિલેબસ અને પ્રશ્નપત્ર વચ્ચે પૂરતી સુસંગતતા જોવા મળતી નથી. કેટલાક વિષયોમાં અભ્યાસક્રમ પૂર્ણ થયો ન હોવા છતાં તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય ન મળતો હોવાના કારણે વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો તેની સીધી અસર તેમના પરિણામો પર પડી શકે છે.

ખાસ કરીને થર્ડ અને ફિફ્થ સેમેસ્ટરમાં લેવામાં આવતી ઓપન બુક એક્ઝામિનેશન પદ્ધતિને લઈને પણ વિદ્યાર્થીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પદ્ધતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના લાગુ પડતા નિયમો મુજબ છે કે કેમ અને તેના માટે યુનિવર્સિટીની અધિકૃત મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મતે મિડ સેમેસ્ટર અને ફાઇનલ પરીક્ષાની પદ્ધતિમાં મોટો તફાવત હોય તો અંતિમ પરીક્ષાની તૈયારી અને અભ્યાસની પદ્ધતિ પર તેની અસર થઈ શકે છે.

આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ એકત્ર થઈ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ સામૂહિક લેખિત ફરિયાદ રજૂ કરી છે. જેમાં પરીક્ષા વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરવા, જીટીયુના લાગુ પડતા નિયમોનું યોગ્ય પાલન કરાવવા, પરીક્ષાનો સિલેબસ સમયસર જાહેર કરવા તેમજ પ્રશ્નપત્ર અભ્યાસક્રમને અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું છે કે પરીક્ષાની પારદર્શિતા જળવાય અને તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટે કોલેજ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જો સંસ્થા કક્ષાએ તેમની રજૂઆતોનું સંતોષકારક નિરાકરણ નહીં આવે તો ઉપલબ્ધ પુરાવાઓ સાથે સંબંધિત ઉચ્ચ સત્તાધિકારીઓ તેમજ જીટીયુ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે આ મામલે કોલેજ તંત્ર દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર વિદ્યાર્થીઓની નજર મંડાયેલી છે.


Share

Related posts

ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાઈ, 50થી વધુ યુનિટ બ્લડ એકત્ર

ProudOfGujarat

વડોદરાના નવલખી મેદાનમાં જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચમાં ભાજપા દ્વારા માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!