Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસ સંભારણા દિવસ: શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી બી ડિવિઝન પોલીસે પરિવારની મુલાકાત લીધી : શહીદ કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના પરિવારના ખબરઅંતર પૂછ્યા; પોલીસની લાગણીસભર મુલાકાત દરમિયાન પત્નીની આંખો ભરાઈ આવી

Share

 

ભરૂચ:

Advertisement

દેશની સુરક્ષા અને નાગરિકોની જાનમાલની રક્ષા કરતાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોનું બલિદાન હંમેશાં યાદ રાખવામાં આવે છે. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા શહીદ પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે પોલીસ સ્ટાફે શહીદ કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછતાં પોલીસનું માનવીય પાસું પણ સામે આવ્યું હતું. પોલીસની લાગણીસભર મુલાકાત દરમિયાન શહીદ કોન્સ્ટેબલનાં પત્નીની આંખો પણ ભરાઈ આવી હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2019થી દર વર્ષે 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના આદેશ અનુસાર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈને યાદ કરવામાં આવ્યા હતા. પીઆઈ એન.કે. ડામોર સહિત પોલીસ સ્ટાફે બંને શહીદ જવાનોના ફોટોગ્રાફ્સ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે જવાનોના બલિદાનને યાદ કરી તેમની ફરજપરસ્તી અને શૌર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ પીઆઈ એન.કે. ડામોર અને પોલીસ સ્ટાફ શહેરના રચના નગર ખાતે રહેતા શહીદ કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પરિવારજનો સાથે મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને પરિવારને કોઈ મુશ્કેલી કે જરૂરિયાત હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.

પોલીસની આ મુલાકાત દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. શહીદ જવાનના પરિવાર પ્રત્યે પોલીસ સ્ટાફે દર્શાવેલી લાગણી અને સ્નેહ જોઈ કોન્સ્ટેબલનાં પત્નીની આંખો ભીની થઈ આવી હતી. ફરજ દરમિયાન દેશ અને નાગરિકોની સુરક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોને યાદ કરવાની સાથે તેમના પરિવારની પણ કાળજી રાખવી એ સાચી શ્રદ્ધાંજલિ હોવાનો સંદેશ આ મુલાકાત દ્વારા આપવામાં આવ્યો હતો.


Share

Related posts

પંચમહાલ : પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર ભક્તો માટે બન્યુ આસ્થાનું કેન્દ્ર.

ProudOfGujarat

અનાજ ઉપર જીએસટી વધારવાના વિરોધમાં રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળનો વિરોધ.

ProudOfGujarat

સુરતના લિંબાયતમાં પરિવાર વિરુદ્ધ લગ્ન કરતી દુલ્હનની લગ્નમંડપમાં પિતરાઈ ભાઈએ કરી કરપીણ હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!