Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નરોલીની ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમીનો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ પરિવારોને 150 દિવાળી કીટનું વિતરણ :  ‘દિલ સે દિવાળી’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકત્રિત કર્યા રૂ. 92,231, વસ્તાન અને સુરાલી ગામે ઘરે-ઘરે જઈ સેવાકાર્ય કર્યું

Share

 

વાંકલ :

Advertisement

દિવાળીના પર્વની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સાથે વહેંચવાના ઉમદા હેતુ સાથે સુરત જિલ્લાના નાની નરોલી ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી દ્વારા ‘દિલ સે દિવાળી’ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન અને ‘ફેથ હાઉસ’ના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દિવાળીના પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્રિત કર્યો હતો. આ અભિયાન અંતર્ગત કુલ રૂ. 92,231ની રકમ એકત્રિત કરવામાં આવી હતી. આ રકમમાંથી અનાજ, સ્ટીલનાં વાસણો, દીવા સહિતની રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરીને કુલ 150 કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટ જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી ખુશીઓથી ઉજવાય તે હેતુથી તૈયાર કરવામાં આવી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિને માત્ર શાળા પૂરતી સીમિત ન રાખતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જાતે જ લાભાર્થીઓ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. શાળાના 42 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકોની ટીમે વસ્તાન તથા સુરાલી ગામના જરૂરિયાતમંદ પરિવારો અને ખેડૂતોના ઘરે જઈને 150 કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત એક દાતાના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નવાં કપડાં પણ ભેટ આપવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. માત્ર પુસ્તકીયું શિક્ષણ જ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી, સહાનુભૂતિ, સેવાભાવ અને માનવતાના મૂલ્યોનું પ્રત્યક્ષ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને મળ્યું હતું.

આમ, ‘દિલ સે દિવાળી’ કાર્યક્રમના માધ્યમથી ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દિવાળીના પર્વને સેવાકાર્ય સાથે જોડીને સમાજમાં માનવતા અને પરોપકારનો સંદેશ ફેલાવ્યો હતો.


Share

Related posts

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી માટે ખેડૂતોને ખેતી નિયામક દ્વારા સૂચનો કરાયા

ProudOfGujarat

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ઢોર મચાયે શોર… ભરૂચ નાં માર્ગો પર અડિંગો જમાવતા રખડતા ઢોર લોકો માટે બન્યા મુશ્કેલી સમાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!