Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દારૂના નશામાં યુવકનો હોબાળો, રિક્ષાચાલક સાથે ઝઘડો કરી લાકડી વડે હુમલાનો પ્રયાસ :ભરૂચના વાવ ફળિયામાં રાત્રે મિત્રોની હાજરીમાં મારામારી; 112 પોલીસ પહોંચતાં આરોપી ફરાર

Share

ભરૂચ: ભરૂચ શહેરના વાવ ફળિયા વિસ્તારમાં દારૂના નશામાં એક શખ્સે રિક્ષાચાલક યુવક સાથે ઝઘડો કરી મારામારી કરતાં ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા શખ્સે પોતાના ઘરેથી લાકડાનો સપાટો લાવી યુવક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવકને સપાટો વાગ્યો નહોતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વાવ ફળિયામાં મેલડી માતાના મંદિર પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 26 વર્ષીય રાહુલ રમેશભાઈ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 16 નવેમ્બરની રાત્રે આશરે 11:15 વાગ્યે તેઓ ચાંમુડા ટ્રેડર્સ પાસે રોડની બાજુમાં સિમેન્ટની ખુરશી પર મિત્રો તુષાર વસાવા, સુભાષભાઈ વસાવા અને જીતેન્દ્રભાઈ વસાવા સાથે બેઠા હતા.

Advertisement

તે દરમિયાન ફળિયામાં રહેતો શૈલેષ નટવરભાઈ વસાવા દારૂના નશામાં ત્યાં આવ્યો હતો અને ‘તારે મારી સાથે લડવું છે, તું અહીંનો ડોન બને છે’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. રાહુલે ઝઘડો કરવાની ના પાડી ત્યાંથી જતા રહેવા કહેતાં શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો અને રાહુલની ટી-શર્ટનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન મા-બેન સમાણી ગાળો પણ ભાંડી હતી.

ત્યારબાદ આરોપી પોતાના ઘરેથી લાકડાનો સપાટો લઈને આવ્યો હતો અને રાહુલને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સપાટો વાગ્યો નહોતો. બૂમાબૂમ થતાં આસપાસના રહીશો અને મિત્રોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. રાહુલે 112 પર ફોન કરતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસને જોઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે રાહુલે અગાઉ પોલીસમાં અરજી કર્યા બાદ હવે શૈલેષ વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સંસ્કાર ભારતી ટ્રસ્ટના પ્રતિનિધિઓ અમદાવાદ-સુરતના શિક્ષણ સમિટમાં સમ્માનિત

ProudOfGujarat

સાર્થક ફાઉન્ડેશન દ્વારા મે મહિનામાં 170 અબોલ જીવની સારવાર, દૈનિક ભોજન અને પાણીની સેવાઓ પણ યથાવત

ProudOfGujarat

રાજપીપળા પોસ્ટ ઓફિસમાં ઓછા મહેકમ વચ્ચે સતત કામના ભારણ હેઠળ કામ કરતા કર્મચારીઓની હાલત દયનિય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!