Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શાળા બહારનાં બાળકોની ઓળખ માટે એક માસ સુધી સઘન સર્વે હાથ ધરાશે : નવ તાલુકાનાં 706 ગામો સહિત શહેરી વિસ્તારોને આવરી લેવાશે; 16 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી 6થી 18 વર્ષનાં બાળકોની વિગતો એકત્રિત કરાશે

Share

 

ભરૂચ,

Advertisement

 

ભરૂચ જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાના હેતુથી શાળા બહારનાં બાળકોનો સઘન સર્વે હાથ ધરવામાં આવશે. સમગ્ર શિક્ષા, ગાંધીનગરની સૂચના અનુસાર જિલ્લાના નવ તાલુકામાં 16 નવેમ્બર 2026થી 18 ડિસેમ્બર 2026 સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં 6થી 18 વર્ષની વયજૂથનાં શાળામાં ક્યારેય પ્રવેશ ન મેળવેલાં, અધવચ્ચે અભ્યાસ છોડી દેનારાં તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોની ઓળખ કરવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020), RTE Rules-2012 અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની સૂચનાઓ અનુસાર 6થી 18 વર્ષની વયનાં તમામ બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે તે સુનિશ્ચિત કરવા દર વર્ષે શાળા બહારનાં બાળકોનો સર્વે કરવામાં આવે છે. સમગ્ર શિક્ષા દ્વારા દર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં 706 ગામો અને બે મહાનગરપાલિકા વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા તમામ બાળકો સુધી પહોંચવા માટે વિસ્તાર મુજબ શાળા, ક્લસ્ટર, બ્લોક અને જિલ્લા કક્ષાએ મેપિંગ કરવામાં આવશે. ત્યારબાદ સર્વે ટીમોની રચના કરી તેમને વિસ્તાર મુજબ કામગીરી સોંપવામાં આવશે.

જિલ્લામાં આવેલી 908 પ્રાથમિક શાળાઓને પણ આ સર્વે કામગીરી સાથે સાંકળવામાં આવશે. ખાસ કરીને દિવાળી વેકેશન દરમિયાન સ્થળાંતરિત પરિવારો પોતાના વતન પરત ફરતા હોવાથી આવા પરિવારોનાં બાળકોની ઓળખ અને વિગતો એકત્રિત કરવામાં સરળતા રહે તે હેતુથી આ સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે.

આ અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આસપાસમાં કોઈ બાળક શાળાએ જતું ન હોય, અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય અથવા ક્યારેય શાળામાં પ્રવેશ મેળવ્યો ન હોય તો તેની જાણ નજીકની શાળા, ક્લસ્ટર અથવા બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે કરવી, જેથી આવા બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારા સાથે જોડી શકાય.


Share

Related posts

મહેમદાવાદ રાસ્કા વિયરમાં દુષિત પાણીને લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન- ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!