Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

Share

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહની ઉજવણી મુખ્યત્વે સ્પેસ અને ઉદ્યોગસાહસિકતા થીમ આધારિત કરાશે.

આજે ટેક્નોલોજી અને વિજ્ઞાન આપણા રોજીંદા જીવનના દરેક કામ સાથે વણાઇ ચૂક્યા છે. દરેક નવી શોધ પાછળ વૈજ્ઞાનિકોનો અનેક મહિનાઓ અને વર્ષોનો સંઘર્ષ અને મહેનત રહેલા હોય છે. પછી તે શોધ ભૌતિક હોય કે અંતરિક્ષ ક્ષેત્રની હોય. વિજ્ઞાન અને ટેક્નોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવામાં આવે છે.

Advertisement

આ પ્રસંગે ઈસરોના ડાયરેક્ટર ડો.નિલેશ દેસાઈ, સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી.વદર અને ગુજકોસ્ટના સલાહકાર શ્રી નરોત્તમ સાહુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. જેમાં રાજ્યની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

આ સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીમાં અવકાશ સંશોધન અને ટેકનોલોજી પર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્પેસ પરેડ, સ્પેસ રંગોળી, સ્પેસ મ્યુઝીક, રોકેટરી વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, પેપર પ્લાન મેકિંગ, પોપ્યુલર સાયન્સ ટોક, સ્પેસ મૂવીનું પણ આયોજન કરાશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત, સ્વચ્છ અવકાશ વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને મોડલ મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સાયન્સ સિટી અવાર નવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરે છે. ત્યારે સાયન્સ સિટીમાં, GUJCOST, SAC- ISRO અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ અવકાશ સપ્તાહની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.


Share

Related posts

31 ડિસેમ્બરને હજીવાર છે પરંતું વડોદરા પોલીસ હમણાંથી જ સક્રિય…

ProudOfGujarat

ભાવનગર બોટાદ જિલ્લામાં પોલીસની 46 રેડમાં 246 થી વધુ જુગારી ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીનાં ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટિંગ દરમિયાન વિદ્યાર્થીની બેભાન થતા અન્ય વિદ્યાર્થીનીઓમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!