Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : મિત્રોએ ચેલેન્જ કરતા યુવક સુરસાગર તળાવમાં કુદી પડયો.

Share

વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ પાસે કેટલાક ટીખળ યુવાનો દ્વારા નેપાળી યુવાનની મજાક કરી પડકાર ફેંકાયો હતો અને ખ્યું હતું કે નેપાળીઓથી કઈ ન થાય તો યુવકે આવેશમાં આવીને પડકારને પહોંચી વળવા સુરસાગર તળાવમાં કૂદી પડયો હતો. તળાવની મધ્યમાં આવેલ શિવજીની પ્રતિમા પાસે તરતો-તરતો પહોંચી જઇ પ્રતિમા પર ચઢી ગયો હતો. સુરસાગર તળાવ ફરતે સિક્યુરિટી ગાર્ડ કંઈક સમજે તે પહેલા તે પાણીમાં કૂદી શિવજીની પ્રતિમા પાસે પહોંચી ગયો હતો અને આજુબાજુ બાંધેલા પાલકના સહારે તે મૂર્તિ પર ચઢી ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. યુવાનને બહાર કાઢી તેની પૂછપરછ કરી સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગિફ્ટેડ-૩૦ ની પ્રવેશ પરીક્ષા યોજાય…

ProudOfGujarat

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!