Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબો અજગર ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી નવ ફુટ જેટલો લાંબો અજગર ઝડપાયો હતો. વિગતો મુજબ ગામના એક ખેડુતના ખેતરમાં આજરોજ સવારે એક મહાકાય અજગર નજરે પડતા ખેડૂત દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ કરાડ ગામની સીમમાં આવેલ આ શેરડીના ખેતરમાં પહોંચીને રેસ્ક્યુ કરીને એક કલાકની જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરને ઝડપી લીધો હતો. ઝઘડિયા સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા, સુનિલભાઇ તેમજ તેઓની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે તેમ જણાવાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા આયોજન ભવનમાંથી ACના કોપર પાઇપની ચોરીનો ભેદ ઉકેલાયો, 100 ટકા મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો : ‘એ’ ડિવિઝન પોલીસે CCTV અને બાતમીના આધારે યુનિયન સ્કૂલ સામે ચોરને ઝડપી પાડ્યો; બે AC આઉટડોર યુનિટ નીચે ફેંકી રૂ. 10 હજારનું નુકસાન કરાયું હતું

ProudOfGujarat

અમદાવાદમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રતનપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિટાયર્ડ રેલ્વે ઓફિસરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!