Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં સ્ટ્રીટ લાઇટના પોલને અડતા વીજ કરંટ લાગતા ગૌવંશનું મોત.

Share

છોટાઉદેપુર પંથકમાં એમ.જી.વી.સી.એલ ની બેદરકારી સામે આવી. છોટાઉદેપુર નગરની નિર્મળ સોસાયટીમાં એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર વીજ કરંટ ઉતરતા એક ગૌવંશનું મોત થયું હતું. જાણવા મળ્યું છે સદર વીજપોલના બાંકડા પાસે સોસાયટીના રહીશો બેસતા હોય છે. સદનસીબે માનવ મૃત્યુ ની ઘટના થતી રહી ગઈ છે. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કર્યાના સમાચાર સાંપડી રહયા છે. નગરના તમામ પોલ ઉપર ખુલ્લા વીજ વાયરો લટકી રહ્યા છે અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. નગરસેવા સદન અને એમ.જી.વી.સી.એલ આવા જોખમી પોલનું સત્વરે કામ કરાવે તેવી જાહેરજનતાની માંગ છે.

રેહાન પટેલ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 વિદેશીઓનો કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

ProudOfGujarat

માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલક મંડળના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું.

ProudOfGujarat

ભરૂચનાં કુરચણ ગામ ખાતેથી રીઢા બાઇક ચોરના સાગરીતને બાઈકના સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!