Proud of Gujarat
INDIAFeaturedGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના સપના ઇન પ્રોગ્રેસ કેમ્પેઇનની સાથે એસઆઇપી- સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને જોડશે.

Share

સરળ છતા અસરકારક! મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રજૂ કરવામાં આવેલો અત્યાધુનિક રોકાણકાર શિક્ષણ+ તથા જાગૃતતા કેમ્પેઇનમાં એ બાબત વિશે ચર્ચા કરવામાં આવી છે કે, કઈ રીતે રોકાણકાર બજારની આ ઉતાર-ચડાવની સ્થિતિમાં તેના સપના પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના રોકાણના લક્ષ્યાંકને હાંસિલ કરી શકશે. આ એસઆઇપીનું એક અલગ જ રી-પેકેજિંગ છે, જે વાસ્તવિક જીવનના ઉકેલની સાથે સંકળાયેલી છે. તેમાં દર્શાવવામાં આવે છે કે, કઈ રીતે જીવનએ સપના, આશા અને આકાંક્ષાઓ પર આધારીત પ્રગતિની શ્રેણીથી ભરેલું છે.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્વારા એક શિસ્તબદ્ધ રીતે લોકોને રોકાણ કરવા માટે પ્રેરણા માટે આ કેમ્પેઇન એસઆઇપીથી લઇને સપના ઇન પ્રોગ્રેસ સુધી લઈ જશે. તેમાં એક ભાવનાત્મક તાર જોડવામાં આવ્યા છે, કેમકે તે દર્શાવે છે કે, કઈ રીતે આજના માતા-પિતાને તેમના આગલી પેઢી માટે પણ સપના છે અને કઈ રીતે એસઆઇપીના રોકાણ દ્વારા તેઓ સતત પ્રક્રિયાની મદદથી તેમના સપના પૂરા કરી શકે છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, નાણાકીય લક્ષ્યાંકો લાંબાગાળાના કે ટૂંકાગાળાના હોઈ શકે છે અને આ અલગ જ પ્રકારની વિચારસરણીથી બધી જ ઉંમરના રોકાણકારોને લાભ થશે.

Advertisement

કેમ્પેઇન વિશે જણાવતા, શ્રી શ્રિનિવાસ ખાનોલકર, હેડ માર્કેટિંગ- સ્ટ્રેટર્જી અને કમ્યુનિકેશન્સ કહે છે, “લોકો સતત પ્રગતિની શોધમાં હોય છે અને તેઓ આજ કરતા તેમના આવતીકાલને વધુ સારું બનાવવા ઇચ્છે છે. તેમાંથી મોટાભાગના પગલા જીવનમાં તેમના સપના સાચા કરવા તરફ હોય છે. રોકાણકારોની દરેક એસઆઇપીએ તેમના કેટલાક નાણાકીય લક્ષ્યાંકો પૂરા કરવા બાજુ જ છે, તેથી જ અમે રજૂ કરીએ છીએ સપના ઇન પ્રોગ્રેસ. અમે આશા રાખીએ છીએ કે, રોકાણકારો પણ આના વિચારો સાથે સહમત થશે અને તેમના રોકાણના મોડમાં એસઆઇપીનો ઉપયોગ કરશે.”

આ કેમ્પેઇનમાં ઘણા તબક્કા છે, આગામી તબક્કામાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે, કઈ રીતે એસઆઇપીએ એક પરંપરાગત રોકાણનો એક વિકલ્પ બની શકે છે અને તેનો વાયદો છે કે, તે દરેક વયજૂથના રોકાણકારોને અપીલ કરશે.

એસઆઇપીની સાથે, તમે સમય મર્યાદા પસંદ કરીને પ્રતિમાસ રૂ.500 જેટલી નાનકડી રકમનું પણ રોકાણ કરી શકો છો. તે તમારા રોકાણની કોસ્ટમાંથી સરેરાશ કાઢવામાં મદદ કરી શકે છે અને સંયોજન શક્તિને લાભ કરાવશે. સંયોજન શક્તિ ત્યારે કામ કરશે, જ્યારે તમે એક લાંબાગાળા માટે તમારા રોકાણને વળગી રહેશે, જેનાથી તમને વર્ષો બાદ તમારા પૈસા પર રિટર્ન કમાવવામાં મદદ મળશે. રોકાણ અંગેનો નિર્ણય કરતા પહેલા તમે તમારા નાણાકીય સલાહકાર અને મ્યુચ્યુઅલ ફંડ વિતરકની સાથે પણ ચર્ચા કરી શકશો.

31 મી મે, 2022ના રોજ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની પાસે માસિક એસઆઇપી બૂક રૂ. 12,286 કરોડની છે અને 5.48 કરોડ એસઆઇપી એકાઉન્ટ્સ છે. માર્ચ-2020 માં કોવિડ રોગચાળા બાદ, રોકાણકારોને નાણાકીય સ્વતંત્રતાનું મહત્વ સમજાયું તેનાથી એસઆઇપીમાં રોકાણ વધ્યું (માર્ચ-2020માં એસઆઇપી રૂ.8,614 કરોડ હતી). સ્ત્રોત: એએમએફઆઇ ડેટા તા.31મી મે, 2022 સુધી.

સૂચિત્રા આયરે


Share

Related posts

તવરા નવીનગરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

આમલખાડી ના વારંવાર ના ઓવરફલો ને કારણે થતા નુકસાન ના ઉકેલ મુદ્દે તંત્ર ની બેઠક યોજાઇ. પીરામણ ગામ થી ધન્તુરિયા ગામ સુધી માપણી કરી દબાણો દૂર કરી ખાડી ઊંડી અને રબર પીચિંગ કરવાનો લેવાયેલો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો..સીઝન ના પ્રથમ વરસાદે જ સોસાયટી વિસ્તરો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!