Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ જાણે કે જુગારી તત્વો અને નશાનો વેપલો કરતા તત્વો સામે સતત તવાઈ બોલાવી છે, જિલ્લામાં અનેક સ્થળે પોલીસ વિભાગે અત્યાર સુધી દરોડા પાડી કેટલાય ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોને જેલના સળિયા ગણતા કર્યા છે. તેવામાં અંકલેશ્વર ખાતેથી વધુ એકવાર પોલીસે જુગારધામ ઝડપી પાડી લાખોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરના બાપુનગર બ્રિજ ઝૂંપડપટ્ટી ખાતેની ખુલ્લી જગ્યામાં તેમજ ભાટવાડ ગોયાબજારના રહેણાંક મકાનમાં આમ બે સ્થળે દરોડા પાડી કુલ ૧૧ જુગરીઓને રોકડ રકમ સહિત વાહનો મળી કુલ ૬,૯૪,૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારી તત્વોમાં ભારે ફફડાટ છવાયો હતો. ક્રાઇમ બ્રાંચના દરોડામાં (૧) મહોમ્મદ યુસુફ નવાબ રહે,બાપુનગર ઝૂંપડપટ્ટી,અંકલેશ્વર (૨) જાફર હુસેન પીર સૈયદ રહે,ટાંકી ફળિયું અંકલેશ્વર (૩) ભાવેશભાઈ બાબુભાઇ ઓડ રહે, બાપુનગર ઝૂંપડપટ્ટી અંકલેશ્વર (૪) યોગેશ ઠાકોર ભાઈ સોલંકી રહે,બાપુ નગર ઝૂંપડપટ્ટી અંકલેશ્વર (૫) મહંમદ શાકિર હનીફ મુલ્લા રહે,મુલ્લા વાડ,અંકલેશ્વર (૬) ગુલામ અહેમદ મહંમદ હનીફ મુલ્લા રહે,મુલ્લાવાડ અંકલેશ્વર (૭) જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઇ નટવરભાઈ રાણા રહે,બળેલી ખો સાધના સ્કૂલ પાસે ભરૂચ (૮) ફિરોજ આમિર ભાઈ શેખ રહે,રોટરી કલબ પાછળ મારવાડી ટેકરો ભરૂચ (૯) જાવીદ હુસેન ગુલામ મુર્તુઝા કાપડિયા રહે,હાજીખાના સાધના સ્કુલ પાછળ ભરૂચ (૧૦) મહંમદ સલીમ ગુલામ મુલ્લા રહે,મુલ્લા વાડ અંકલેશ્વર તેમજ (૧૧) ઇમ્તિયાઝ હમીદખાન પઠાણ રહે,કસ્બાતીવાડ અંકલેશ્વર નાઓને પોલીસે જુગાર રમતા ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી ત્રાટકતા એક પશુનું મોત અને એક મકાનને નુકસાન થયું

ProudOfGujarat

રાજપીપલા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!