Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેતપુરના ધોરાજી પાસે આવેલ સાડીના કારખાનામાં ભયાનક આગ, લાખોનો માલ થયો ખાખ.

Share

જેતપુરના ધોરાજી રોડ પર આવેલ ઇમ્પીરિયલ ફેબ્રીક નામના સાડીનાં કારખાનાના બોઈલરમાં આગ લાગતાં લાખો રૂપિયાનો માલ ખાખ થઈ ગયો. સાડીનાં કારખાનામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યું હતું.

મળતી વિગત અનુસાર જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલા ઇમ્પીરિયલ ફેબ્રરિક નામના કારખાનામાં આજ વહેલી સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી પરિણામે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો કોશિશ કરી હતી. કારખાનાના બોઇલરમાં આગ લાગવાના કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું છે. જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલા ઇમ્પીરિયલ ફેબ્રરિક નામના સાડીના કારખાનામાં અચાનક આગ લાગતાં જેતપુર તાત્કાલિક ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. કારખાનાના માલિક બંશીભાઈ રાઠીએ જણાવ્યું હતું કે આગના કારણે લાખો રૂપિયાનુ નુકશાન થયું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરના સાત વર્ષીય મોહમ્મદ અયાઝે પાંચ દિવસ એતેકાફ કરી મહામારી દુર થાય એ માટે દુઆ કરી હતી.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં લેપ્‍ટો./ ડેન્‍ગ્‍યુની જાણકારી માટે જનજાગૃતિરથ રવાના કરાયો

ProudOfGujarat

ભરુચના એક કેમિસ્ટે એક્ષપાયરી ડેટ વાળી દવા આપતા ત્રણ વર્ષના બાળકની તબિયત લથડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!