Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

Share

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલી મહિલા અમીના બાનુની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ડી ગેંગ સાથે આ મહિલા સબંધ ધરાવતી હોવાનો ખુલાસો થયો છે. એક બાજુ અમદાવાદ સહીત ગુજરાતમાં ડ્રગ્સ ડીલરો તેમજ હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એસ.ઓ.જી. અને ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ સાથે મહીલા અમિના બાનું અને તેની સાથેના સાગરીતની ધરપકડ કરી છે. કાલુપુર વિસ્તારમાંથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલી મહિલા અમીના બાનુ સાથે ડ્રગ્સ લેવા માટે આવતા લોકો કોડવર્ડમાં વાત કરતા હતા હોવાની પણ વિગતો મળી રહી છે. 2.5 અને 5 શબ્દો કોડવર્ડમાં બોલતા હતા. અમિના બાનું 2013 માં સજા કાપીને બહાર આવી છે.

અમિના બાનું ડી ગેંગ સાથે સબંધ ધરાવતી હોવાની વિગતો મળી રહી છે. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર પણ છે તેમજ 100 જેટલા ડ્રગ્સ પેડલરોની ચેઈન પણ ધરાવે છે. દારુના ધંધા બાદ તે છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સના ધંધામાં હોવાની પણ વિગતો મળી રહી છે. મુંબઈ ડ્રગ્સ માફીયાના કનેક્શન પણ હોવાની વાત સામે મળી રહી છે. 1980 થી 1990 માં દારુનો ધંધો અમિના બાનું કરતી હતી. ડ્રગ્સ સાથે અમીના બાનું પકડાતા એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે વધુ ખુલાસાઓ ડી ગેંગ સાથેના ધરોબાને લઈને પણ થઈ શકે છે.

Advertisement

Share

Related posts

કંપનીઓના કર્મચારીઓ જ કરે છૅ, ભરૂચ ના શ્રવણ ચોકડી સહિત ની ચોકડી ઑ ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ

ProudOfGujarat

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9 ની અટકાયત.

ProudOfGujarat

વડોદરાની બેંક ઓફ બરોડામાંથી નજર ચૂકવી ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!