Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા.

Share

અમદાવાદમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. શહેરમાં સવારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. માત્ર એક કલાક વરસાદે શહેરમાં પાણી જ પાણી કરી દીધું છે.

શહેરમાં સવારે 11 વાગ્યે જ વરસાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડતા વાહનચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ફક્ત બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

Advertisement

શહેરમાં બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં વિરાટનગર, રામોલ, વસ્ત્રાલ વિસ્તારમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ,ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉસ્માનપુરા પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ગોતા, મકતમપુરા, જુહાપુરા, દૂધેશ્વર, શાહપુર, જમાલપુર, દરિયાપુર, મણિનગર, વટવા સહિતનાં વિસ્તારમાં એક ઇચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમા વાપીમાં 3 ઇંચ, વલસાડમાં અઢી ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, પારડીમાં બે ઇંચ, વડોદરામાં પોણા બે ઇંચ, લખપતમાં એક ઇંચ, વાલોદમાં એક ઇંચ, બારડોલીમાં એક ઇંચ, વાઘોડિયામાં અડધો ઇંચ, કપડવંજમાં અડધો ઇંચ, મહુઆમાં અડધો ઇંચ વરસાદનોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. હવે પંદર તાલુકામાં જ 50 ટકા કરતાં ઓછો વરસાદ છે.


Share

Related posts

ટ્રકમાં 62 બકરાને ક્રુરતાપુર્વક લઇ જતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે સેવાસેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો :૧૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!