Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ગોવલીઘાટ પાસે નદીના પાણીમા તણાઈ જતા વિદ્યાર્થીનું મોત.

Share

ડેડીયાપાડાના સામરઘાટ ગામ નજીક આવેલ બગલા ખાડી પાસે આવેલ ગોવલીઘાટ પાસે નદીના ઉડા અને વહેતા પાણીમા 15 વર્ષીય વિદ્યાર્થી તણાઈ જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

આ અંગે ફરિયાદી રમેશભાઇ સોનજીભાઇ વસાવા (શિક્ષક) રહે.ગુદવાણ નિશાળ ફળિયુ તા.સાગબારાએ નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર મરનાર 15 વર્ષીય ભાર્ગવકુમાર રમેશભાઇ વસાવા ( રહે.ગુદવાણ નિશાળ ફળિયુતા.સાગબારા )સામરઘાટ ગામ નજીક આવેલ બગલા ખાડી પાસે ગોવલીઘાટ પાસે નદીના ઉડા અને વહેતા પાણીમા નાહતી વખતે તણાઇ જઇ ડુબી ગયેલ. ત્યાંથી તેને સરકારી દવાખાના ડેડીયાપાડા ખાતે સારવાર માટે દાખલ કરેલ. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ: પહેલા શ્રાવણ સોમવારે કાવડયાત્રીઓમાં નારાજગી  :  ઘાટના નવીનીકરણની કામગીરી વચ્ચે પવિત્ર નર્મદા જળ ન મળતાં શ્રદ્ધાળુઓ નિરાશ; વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ઉઠી માંગ

ProudOfGujarat

મહેમદાવાદમાં ઓનલાઇન ખરીદી કરતા શિક્ષકના ખાતામાંથી ગઠિયાએ રૂ.૧ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

માંગરોળ : નેશનલ મેથ્સ રીલે ઓલ્મપિઆડ (ગુ.રા) માં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલનાં વિદ્યાર્થીઓ ઝળકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!