Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલીકરણ બાબતે વિરોધ પ્રદર્શન કરાયુ.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે સરકાર સામે પડકાર જનક વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે.

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે રાજ્યના સંયુક્ત કર્મચારી મંડળો તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં ઉતર્યા છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમના મુદ્દે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત અન્ય પ્રશ્નો મુદ્દે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સામે ચૂંટણીએ કર્મચારીઓ દ્વારા આંદોલનનો હથિયાર ઉપાડીને વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સયુંકત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ બાદ ભરૂચ સંયુક્ત કર્મચારી મંડળ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશનથી ભરૂચ કલેકટર કચેરી સુધી રેલી કાઢી, સૂત્રોચાર કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસને લઇ મોકડ્રીલ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!