Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા : બેન્ક ઓફ ઈન્ડિયાના ૧૧૭ માં સ્થાપના દિવસની ઉમલ્લા ખાતે ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બેન્ક ઓફ ઇન્ડિયાના ૧૧૭ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ઉમલ્લાની બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં આયોજિત કાર્યક્રમમાં બેન્કનો સ્થાપના દિવસ મનાવાયો. આ પ્રસંગે ઉમલ્લાના સામાજિક અગ્રણી તેમજ નિવૃત્ત શિક્ષક જે.પી.પંડયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાન અછાલીયાના સંતશરણ રાવ તેમજ ઉમલ્લાના વેપારી સુલતાન ખત્રીના હસ્તે કેક કાપી સહુને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાખા મેનેજર મોહમ્મદઆસિફ હુસેન તેમજ સહાયક મેનેજર રોબિન ભગત તથા ભીમસિંહ મીના, કુલદીપ અગ્રવાલ દ્વારા ગ્રાહકોને બેન્કની સેવાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. અંતે બેન્કના મહિલા કર્મચારી હેતવીબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત ગ્રાહકો અને અગ્રણીઓનો આભાર માનવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : એક્ટિવા ચોરી કરવાની ટેવ ધરાવતો ઈસમ આખરે જેલના સળિયા પાછળ, ચોરીની ત્રણ એક્ટિવા સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ..!

ProudOfGujarat

ભરૂચ ને.હા નં. 48 મુલદ ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાનો મામલો : યુથ કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું .

ProudOfGujarat

પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!