Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા વિધાનસભાની પૂર્વપટ્ટી પરના ગામોના ભાજપ સમર્થક ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવનારા સમયમાં યોજવવા જઈ રહી છે તે પહેલાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીને મજબુત કરવાની રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ઉતરી રહ્યા છે, તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હવે રાજકીય માહોલ જામતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં ખાસ કરી વાગરા વિધાનસભા વિસ્તારમાં રાજકારણ તેની ચરમસીમાએ પહોંચ્યું છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં કાર્યકરોની અવરજવર પુરજોશમાં જામતી જઈ રહી છે, તેવામાં કોંગ્રેસ પક્ષ પણ ભૂતકાળમાં પોતાનું ગઢ ગણાતી વાગરા વિધાનસભા બેઠક આવનારી ચૂંટણીઓમાં જીતવા માટે કમરકસી રહી છે.

વાગરા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના અગ્રણી નેતા સુલેમાન પટેલ દ્વારા ભાજપને એક બાદ એક ઝટકો આપી ભાજપ સમર્થક કાર્યકરોને કોંગ્રેસનો ખેસ ધારણ કરવાની રણનીતિ સાથે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં ગત રાત્રીના સમયે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના પૂર્વ પટ્ટી પરનાં વિવિધ ગામોના ૧૫૦ થી પણ વધુ ભાજપ સમર્થક કાર્યકરોએ ભાજપ સાથે છેડે ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેઓને કોંગ્રેસના આગેવાનો દ્વારા પક્ષમાં આવકાર આપી પક્ષની વિચારધારાથી માહિતગાર કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના હોદ્દેદારોની બિનહરીફ વરણી

ProudOfGujarat

હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધશે.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!