Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ચા લેવા જતા ગાય વચ્ચે આવતા અક્સ્માત, એકનું મોત.

Share

ખેડાના પરા દરવાજા વણજારા વાસમાં રહેતા રાહુલકુમાર વણજારા ફોઇના દિકરા હસમુખભાઇ બજારમાં ચા લેવા જતા હતા. તે સમયે દેદરાડાના ભાવિનભાઇના ફાર્મ હાઉસ નજીક પહોંચતા રોડની સાઇડમાંથી એક ગાય અચાનક રોડ પર આવી જતા રાહુલે બાઇકને એકદમ બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ ગઇ હતી. જેને પગલે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. બંને યુવકોને ઇજા થઇ હતી. જેને પગલે આસપાસના લોકો આવી ગયા હતા અને તેમણે 108 ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ આવતા ફરજ પરના તબીબે હસમુખભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક હસમુખભાઇની ખેડા સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઇ – બહેનના કરુણ મોત..

ProudOfGujarat

સુરત : આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!