Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ભરૂચ એલસીબી ની ટીમે ઝઘડિયા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લઇને કુલ બે ઇસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ઝઘડિયા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા ટાઉનના હનુમાન ફળિયામાં રહેતા મુકેશ ઝીણુ રાવળે ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં રાખેલ છે.

એલસીબી પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા મુકેશ રાવળ સ્થળ પર હાજર હોય તેને ઝડપી લીધો હતો. તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જિલ્લા એલસીબી એ ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા ૭૨,૩૦૦ ની કિંમતની કુલ ૭૨૩ નંગ બોટલો કબજે લીધી હતી. ઝડપાયેલ ઇસમ મુકેશ રાવળની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા લાવેલ અને આ મુદ્દામાલ સતીશ ચંદુ વસાવા રહે નવાગામ કરાવેલ તા. અંકલેશ્વરના આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે જિલ્લા એલસીબી ની ટીમે મુકેશ ઝીણું રાવળ રહે. ઝઘડિયા તેમજ સતીશ ચંદુ વસાવા રહે. નવાગામ કરાવેલ તા. અંકલેશ્વરના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

પ્લાસ્ટિકની આડઅસર અને તેની ગંભીરતા વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

ProudOfGujarat

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડયા છતાં કોઇને કંઇ પડી નથી : વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર.

ProudOfGujarat

ભરૂચ : લીમડીચોકનાં સ્થાનિક રહીશોની પરવાનગી લીધા વિના મોબાઈલ ટાવર લગાવેલ હોવાથી તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!