Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો થયો વાયરલ.

Share

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે ચિકન અને દારૂની મહેફિલમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હાલ જે રીતે વીડિયોમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તે મોટાભાગે એમ.એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ચીફ વોર્ડેનને પૂછતા ચીફ બોર્ડરને હજુ કોઈ જાણ નથી અને તેઓ પોતે પણ તપાસ કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે સાથે જ એમ.એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વર્ષોથી દાદાગીરીથી રહેતા કેટલાક બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઈંનલીગલી હોસ્ટેલમાં રહે છે છતાં પણ વોર્ડન અને ચીફ મોડર્નનું મૌન ઘણું બધું કહી જાય છે ત્યારે આ વાયરલ થયેલા વિડિયોએ યુનિવર્સિટીને શર્મશાર અને બદનામ કર્યું છે બીજી બાજુ વાયરલ વીડિયોમાં દેખાતા મોટા ભાગના યુવકો આર્ટસ ફેકલ્ટી ખાતે જ તેમનો અડ્ડો જમાવીને બેસતા હોય છે અને આ વાયરલ વીડિયોમાં કે જ્યાં દારૂ અને ચીકનની પાર્ટી ચાલી રહી છે તે વિદ્યાર્થીઓ રોજબરોજ આર્ટ્સ ફેકલ્ટી ખાતે જોવા મળતાં હોય છે તે પણ સ્પષ્ટ પણે દેખાય છે હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટીને બદનામ કરતાં આ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સીટી અને પોલીસ કેવા પગલાં લેશે. સાથે જ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે સયાજીગંજ વિસ્તારમાં આજે એમ.એમ હોલ નો વિડીયો વાયરલ થયો છે તે એમ એમ હોલનો છે કે નહીં તે નક્કી નથી પરંતુ આ હોસ્ટેલનો જ વિસ્તાર છે અને આ વિદ્યાર્થીઓ એમ.એસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ છે તે વાત તો પાક્કી છે.

Advertisement

Share

Related posts

સુરત આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓ સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના બે શિક્ષકોને ચિત્રસર્જન બદલ એવોર્ડથી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!