Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ.

Share

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક હેવાન પાડોશીએ ૧૨ વર્ષીય બાળકીને ચોકલેટ લેવા માટેની લાલચ આપી તેને રૂમમાં બાંધી રાખી શારીરિક અડપલાં કર્યા હતા તે પૂર્વે જ બાળકીની માતા પહોંચી જતા તેઓએ બુમાબૂમ કરી નાંખી હતી, જે બાદ ઘટના અંગેની જાણ બાળકીના પરિવારજનોએ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી.

જીઆઇડીસી પોલીસે બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી હતી. જે બાદ પોલીસે મામલે નરાધમ આરોપી રોહિત શંભુ ઠાકોરની ધરપકડ કરી તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. માસૂમ બાળકી સાથે બનેલ ઘટનાના પગલે વિસ્તારમાં પણ ખળભળાટ મચ્યો હતો અને નરાધમ રોહિતના કારનામાઓ અંગે ફિટકારની લાગણી વર્ષાવી હતી.

Advertisement

મહત્વની બાબત છે કે લોકચર્ચા મુજબ ઝડપાયેલ આરોપી રોહિત શંભુ ઠાકોર આ અગાઉ પણ આજ પ્રકારની કરતૂતો બની ચુકી હોવાની લોકચર્ચા ચાલી રહી છે, તેવામાં આ પ્રકારના નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

મોન્સુન માં ચાલી રહેલ આમલાખાડી ની પ્રી-મોન્સુન ની કામગીરી માં પણ લીપા-પોથી?

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!