Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : નરસંડા ચોકડી નજીક ડિવાઇડર સાથે અથડાતા મહિલાનું મોત.

Share

અમદાવાદ શહેરના જમાલપુર મહાજનનો વઢો, દાડીલીમડામાં રહેતા ચંદાબેન મહેન્દ્રભાઈ મારવાડી તેઓ નાદિર ખાન ફરીદ ખાન પઠાણ (રહે, અમદાવાદ)ની સાથે મોપેડ પર બેસી કડિયા કામની મજૂરીએ અમદાવાદથી વડોદરા જવા નીકળ્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદ પાસેના નરસંડા ચોકડી નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચાલક નાદીરખાને કાબુ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું.

મોપેડમા સવાર બંને રોડ પર પટકાતા ઇજા થઈ હતી. જેમાં ચંદાબેન પરમાર મારવાડીનું માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવ મામલે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગણવાની : નડિયાદ


Share

Related posts

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપલા: નર્મદા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ :નર્મદાના તમામ ડેમોમાં પાણીની આવક વધી..

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડીથી શેરપુરા માર્ગ પર રોંગ સાઇડ આવતા વાહનોની ભરમાર અકસ્માતને આંમત્રણ આપી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!