Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રિસ્ક મેનેજમેન્ટને આગના જોખમોને ટાળવા માટે આઈઓટી- સક્ષમ સિસ્ટમ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ.

Share

તાજેતરના વર્ષોમાં, આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) ઉપકરણોની ઉત્ક્રાંતિ અને વિકાસે અંતિમ વપરાશકર્તાને આકર્ષક ક્ષમતાઓ અને સર્વિસીસ પૂરી પાડી છે. માનવીય ભૂલ અથવા ઉપકરણોની ખામીને કારણે થતી અણધારી દુર્ઘટનાઓને રોકવા માટે વિવિધ વિસ્તારોમાં આઈઓટી ઉપકરણો પણ રજૂ કરવામાં આવ્યા છે. આવી જ એક દુર્ઘટના જે ઉપકરણોની ખામીને કારણે થઈ શકે છે તે આગની દુર્ઘટના છે. ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઆઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આઈઓટી-આધારિત ઉપકરણમાં નૂતનતા લાવવા માટે આ ક્ષેત્રને ઓળખી કાઢ્યું છે જે વિવિધ ઇલેક્ટ્રિકલ જોખમોથી મિલકતોનું રક્ષણ કરે છે. કંપનીને આ પ્રોડક્ટ તેના ગ્રાહકોને ઓફર કરવા માટે પેટન્ટ આપવામાં આવી છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ ઉદ્યોગમાં પ્રથમ છે, અને આ પેટન્ટ થયેલ ઇલેક્ટ્રિકલ આઈઓટી સોલ્યુશન એ એસએમઈ અને કોર્પોરેટ માટે તૈયાર કરાયેલ બીટુબી ઉપકરણ છે. આ સોલ્યુશન રિયલ ટાઈમ ધોરણે સૂચિત કરવા અને જો જરૂરી હોય તો નિયંત્રિત કરવા માટે વિજ જોખમોનું નિરીક્ષણ કરે છે. આ પેટન્ટનો ઉપયોગ કરીને, કંપની ટેક્નોલોજીની રીતે મજબૂત અને ગુણવત્તાયુક્ત ગ્રાહક ઉકેલો પૂરા પાડવા માટે તેના સંસાધનોને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે.

Advertisement

તાજેતરમાં મંજૂર થયેલી પેટન્ટ વિશે બોલતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના અંડરરાઇટીંગ, ક્લેમ્સ અને રિઇન્શ્યોરન્સના ચીફ સંજય દત્તાએ જણાવ્યું હતું કે, “કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ ઇમારતોમાં આગની ઘટનાઓમાં અમે ઊંચો વધારો થવાનું જોઈ રહ્યા છીએ, જે એ દર્શાવે છે કે આપણા દેશમાં ઘણા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ગીચ વસ્તીવાળા મહાનગરોમાં, આગ માટે સંવેદનશીલ છે. જો કે, સલામત અને ભરોસાપાત્ર પ્રણાલીને સક્ષમ કરવા માટે વીજ વિતરણનું આયોજન, સંચાલન, દેખરેખ અને નિયંત્રણ કરવા માટે અદ્યતન ટેકનોલોજીની અત્યંત જરૂરિયાત છે. લાખો ગ્રાહકોને જોખમ સામેના અત્યાધુનિક ઉકેલો પૂરા પાડવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં ટેકનોલોજી હંમેશા અમારા માટે મુખ્ય પ્રેરક બળ છે.

આઈઓટી-આધારિત – સિસ્ટમની આ પેટન્ટ મંજૂરી સાથે, અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને માત્ર વીમા કવચ આપવાનું જ નથી પરંતુ તેમની સલામતી સુનિશ્ચિત કરવાનું અને જોખમોને રોકવાનું છે. આ ઉપકરણ ગ્રાહકો માટે જોખમના નવા ઉકેલ તરીકે સર્વિસ આપશે અને પાછલા વર્ષોમાં અનેક નવીન, ટેક-સક્ષમ વીમા સોલ્યુશન્સ રજૂ કર્યા બાદ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને તેના પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ આગળ વધારશે.”

ભારતમાં મોટાભાગની આગની ઘટનાઓ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને કારણે બને છે. વોલ્ટેજની વધઘટ, ઓવરહિટીંગ અને સાધનો અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો જૂના થઈ જવા જેવી વિદ્યુત સમસ્યાઓને કારણે ઉદ્યોગોમાં આપત્તિઓની સંખ્યા મહત્તમ છે. વધુમાં, નાના ઉદ્યોગો માટે તે ભારે નુકસાન અને બોજનું કારણ બને છે. તેથી, આવા ઉકેલનું પ્રક્ષેપણ વધુ સુસંગત છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે જોખમનું શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને નિવારણ પ્રક્રિયા કરવા માટે ગ્રાહકો સાથે કામ કરીએ છીએ. જોખમની સમજ મેળવવી એ અમારા વ્યવસાય માટે મૂળભૂત છે. આજે, અમે તેને જોખમ વ્યવસ્થાપનનું મુખ્ય ઘટક બનાવ્યું છે અને જોખમના વ્યાપને ગુણાત્મક અને માત્રાત્મક રીતે જોવાની રીતો ઓળખી કાઢી છે. અમારા કેટલાક ક્લાયન્ટ્સ માટે સુરક્ષાનું એકંદ માળખું વધારવવામાં અમારું રિસ્ક મેનેજમેન્ટ સેલ નિમિત્ત બની રહ્યું છે. ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે સલામતી અભ્યાસ, જોખમ મૂલ્યાંકન, ક્ષેત્ર મુજબના ઉકેલો વગેરે સહિતના જોખમ ઉકેલો વિકસાવવામાં આવ્યા છે. તકનીકી મોરચે, અમે મુખ્ય ઘટકો માટે આઈઓટી ઉકેલો રજૂ કરવાનું શરૂ કર્યું છે. અમે ખાસ કરીને એમએસએમઈ અને એસએમઈ સેગમેન્ટની સમસ્યાઓ અને ગુણવત્તાયુક્ત જોખમ વ્યવસ્થાપન સર્વિસીસ સુધીની તેમની પહોંચના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તદનુસાર, અમે વિદ્યુત, અગ્નિ અને પ્રક્રિયા સલામતી પરના હાર્ડ ડેટાને સમાવવા માટે અમારી ઓફરિંગને નવેસરથી તૈયાર કરી છે. ખાસ કરીને વિદ્યુત સલામતીના સંદર્ભમાં સલામતી અને કાર્યક્ષમતા એકસાથે કેવી રીતે જાય છે તે જોવાનું રસપ્રદ છે. ગ્રાહકોમાં જાગૃતિ વધી છે અને જોખમ સામે તૈયાર રહેવાની ક્ષમતા વધારવાનું શરૂ કરાયું હોવાનું અમે જોઈએ છીએ.

ભૂતકાળમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિવિધ તકનીકી પ્રગતિઓ વિકસાવી છે જેણે ગ્રાહકોને કામકાજનો સરળ અનુભવ સુનિશ્ચિત કર્યો છે. કંપની કોર્પોરેટ અને એસએમઈ ગ્રાહકો માટે ક્વોટ જનરેશન પ્રક્રિયા અને પોલિસી બુકિંગને સ્વચાલિત કરવા માટે કુદરતી ભાષાની પ્રક્રિયા અને રોબોટિક પ્રક્રિયા ઓટોમેશન ટેકનોલોજીનો લાભ લઈ રહી છે. એસએમઈ સેગમેન્ટ હેઠળ જે લગભગ 90% બિઝનેસ સોર્સિંગ ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા થાય છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લગભગ 97% પોલિસીઓ આજે ઇલેક્ટ્રોનિક રીતે ઈશ્યુ કરવામાં આવે છે. લેપ્સ્ડ પોલિસી રિન્યૂઅલ માટે એઆઈ-આધારિત મોટર બ્રેક-ઇન સોલ્યુશન્સનો ઉપયોગ, મોટર વિડિયો સર્વેલન્સ માટે ડ્રોન, અને એજન્ટ હાયરિંગ અને ઓન બોર્ડિંગ મૂવિંગ ડિજિટલ, અંડરરાઇટિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં એઆઈ તેમજ એમએલનો ઉપયોગ કંપની માટે નોંધપાત્ર રીતે વધ્યો છે જે તેને ક્ષેત્રની સૌથી વધુ ટેક-સક્ષમ કંપનીઓ બનાવે છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

ઝઘડિયાના હરિપુરા ગામે આંક ફરકનો જુગાર રમતા આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

પત્રકાર પણ એક કોરોના વોરિયર : ભરૂચ જિલ્લાના પત્રકારો માટે કોરોના સામે લડવા આજરોજ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત-ડીંડોલી વિસ્તારમાંથી મળેલી માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!