Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૂંટણી ટાણે જ નશાનો વેપલો ધમધમાવવા સક્રિય થયેલા બુટલેગરો સામે ભરૂચ એસ પી ડો.લીના પાટીલની ટીમે સપાટો બોલાવ્યો.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થા જણવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં ઠેરઠેર વાહન ચેકીંગથી લઇ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગ તરફથી ફ્લેગ માર્ચ સહિત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં ચૂંટણીના માહોલનો લાભ ઉઠાવવા સક્રિય થવા જઇ રહેલા નશાનો વેપલો કરતા તત્વો સામે પણ પોલીસ વિભાગે લાલ આંખ કરી છે.

ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની ટાણે જ છેલ્લા એક માસમાં ભરૂચ પોલીસ વિભાગ દ્વારા લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે તો કેટલાક કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે, છેલ્લા ૧૫ દિવસમાં જ ૧૦ લાખ ઉપરાંતનો શરાબનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડી જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા માટે સક્રિય થયેલા તત્વોને કડક સંદેશો પહોંચતો કર્યો હોય તેમ સામે આવ્યું છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સક્રિય થવા જઇ રહેલા નશાનો વેપલો કરતા તત્વો સામે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક કર્મીઓ રાત દિવસ સતર્કતા દાખવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાને ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે, તેવામાં આગામી ચૂંટણીના સમય માં પણ પોલીસ વિભાગ જે તે બુટલેગરો પર સતત વોચ રાખી તેઓના નશાના વેપલાના નાપાક મનસૂબા ડામવા માટે પ્રયત્નશીલ બની છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

સહકારી વિભાગમાં ભાજપના ઇશારે કિન્નાખોરી થઇ રહી હોવાની રજૂઆત કરતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

માંડવી : તાપી નદીના રિવરફન્ટ ખાતે જળ સ્તર વધતા કાદવમાં તવેરા કાર ફસાઇ.

ProudOfGujarat

જંબુસર ખાનપુરદેહનાં સરપંચ અને જંબુસર તાલુકા પંચાયતનાં અધિક મદદનીશ ઇજનેર ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!