Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજપોલ ઉભો કરવા ખેડૂતની વીજ કંપનીને રજૂઆત.

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજ પોલ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉમરપાડા વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ બેદરકાર બનતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ઉભારીયા ગામના ખેડૂત છનાભાઈ ચામળભાઈ ચૌધરીની માલિકીની સર્વે નંબર 36 વાળી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી કૃષિ વીજ લાઈનનો વીજપોલ પડી ગયો છે. આ બાબતે ખેડૂત દ્વારા વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉભારીયા ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના ઇજનેરને લેખિતમાં પણ રજૂઆત કરી છે છતાં કોઈપણ જાતની કામગીરી વિજ કંપની દ્વારા કરવામાં આવતી નથી. હાલમાં શિયાળુ પાક ખેડૂતો લેતા હોય છે જેથી વીજળીની તાતી જરૂરીયાત ખેડૂતોને હોય છે ત્યારે ખેતરમાં પડી ગયેલ વીજપોલ તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં આવે તેવી ખેડૂતની માંગ છે. વીજ કંપની દ્વારા ખેડૂતની ફરિયાદ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થાય તો આખરે ઉચ્ચકક્ષાએ જવાબદારો અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત સરપંચ અને ખેડૂત કરનાર છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જયંતિ નિમિત્તે માં નર્મદા નદી માં સરદાર સરોવર માંથી પાણી છોડવા બાબતે નર્મદા નદી ના ગામડા ના કિનારા વિસ્તાર ના નર્મદા પ્રેમીઓ એ અનોખો વિરોધ પ્રદર્શન ભરૂચ કલેક્ટર કચરી ખાતે કર્યો હતો…..

ProudOfGujarat

વિસાવદરમાં ‘આપ’ નેતાઓ પર હુમલાનો મામલો : ઘટનાના 12 કલાક બાદ હુમલાખોરો સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

આજ રોજ કારઠ મુકામે આવેલ ગ્રામ સેવા માધ્યમિક અને ઉ. મા. વિધ્યાલય કારઠ મુકામે શિક્ષક દિન ની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!