Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

Share

રાજ્ય વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ વિવિધ રાજકીય પક્ષોએ તેમની ચુંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બનાવી હતી. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર આદિજાતિ અનામત ઝઘડિયા બેઠક પર વર્ષોથી છોટુભાઈ વસાવા સમર્થિત પાર્ટીનું વર્ચસ્વ રહ્યુ હતું. દરમિયાન હાલમાં વિધાનસભાની આગામી ચુંટણીઓને લઇને છોટુભાઇ વસાવા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો ધરાવતા તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે બીટીપી અને જેડીયુ પક્ષો વચ્ચે ચુંટણી જોડાણ કરવાની બાબતે મતભેદ પ્રવર્તતા વિવાદ ઉભો થયો હતો. જેડીયુ સાથે ચુંટણી સમજુતી કરવાની વાતને મહેશભાઇ વસાવાએ નકારી કાઢતા પિતાપુત્ર વચ્ચે વિવાદ ઉભો થયો હતો. દરમિયાન બીટીપીના ઉમેદવારોની સત્તાવાર યાદીમાં મહેશ વસાવાને ઝઘડિયા બેઠક પરના ઉમેદવાર જાહેર કરાયા હતા.

મહેશભાઇ વસાવાએ બીટીપી ના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભરતા છોટુભાઈ વસાવાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઝઘડિયા બેઠક પર પિતાપુત્ર આમને સામને ટકરાવાની વાતે સમગ્ર ભરૂચ જીલ્લામાં રાજકીય ક્ષેત્રે ભરશિયાળે ગરમાવો જોવા મળ્યો હતો. પિતાપુત્ર વચ્ચે સમાધાન થશેકે પછી તેઓ એકબીજા સામે ચુંટણીનો જંગ લડશે એને લઇને આમ જનતામાં તરહ તરહની ચર્ચાઓ જોવા મળી હતી. આજે ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાના છેલ્લા દિવસે બીટીપીના ઉમેદવાર મહેશભાઇ વસાવાએ તેમનું ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લઇને તેમના પિતા અને અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવાને પોતાનું તેમના કાર્યકરો સાથેનું સમર્થન જાહેર કરતા ચુંટણીને લઇને છોટુભાઈ વસાવા પરિવારમાં ઉભા થયેલ વિવાદનો અંત આવ્યો હતો. મહેશભાઇ વસાવાએ અત્યારના શાસનને મુડીવાદી શાસન ગણાવીને તેઓ એસટી એસસી ઓબીસી અને માયનોરીટીના હક માટે એક થઇને ચુંટણી લડશે એવું નિવેદન જાહેર કર્યુ હતું. બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા ચુંટણી સ્પર્ધામાંથી હટી જતા હવે ઝઘડિયા બેઠક પર ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે અપક્ષનો મુકાબલો થશે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુભાઈ વસાવાના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચતા પિતાપુત્ર વચ્ચેના વિવાદમાં આજે સુખદ સમાધાન જોવા મળ્યુ હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું, વાહનોની લાંબી લાંબી કતારો જામતા અનેક લોકો અટવાયા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!