Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના અશા ગામના યુવકનું ઉમલ્લા નજીક ઝાડ ઉપર ગળે ફાંસો ખાતા મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામના સતિષભાઇ સુરેશભાઈ વસાવા નામના ૨૧ વર્ષીય યુવકે ઉમલ્લા નજીક રોડની બાજુમાં આવેલ કેનાલ પાસે ખેતરના શેડા પર એક ઝાડ ઉપર ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યુ હતુ.

મળતી વિગતો મુજબ અશા ગામનો આ યુવક ઘરેથી પીએફના નાણાં ઉપાડવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ ઝાડ પર તેનો ફાંસો ખાધેલ દશામાં મૃતદેહ જણાયો હતો. આ અંગે સુરેશભાઇ વસાવા રહે.અશા તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને સરકારી દવાખાને પીએમ કરવા મોકલ્યો હતો. ઘટના સંદર્ભે પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

નર્મદા નદીમાં એનસીટીએલ કંપની દ્વારા થઇ રહેલા પાણી પ્રદુષણને રોકવા ફરી એકવાર GPCB ને રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વર ના ઉદ્યોગકારો દ્વારા મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને પંડવાઈ સુગર ખાતે ઉદ્યોગોના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું*

ProudOfGujarat

આંગણવાડી કર્મચારી મહાસંઘના મહત્વના પશ્નોને લઈને ૪ ઓગષ્ટે રેલી યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!