Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેડીયાપાડાના નિંગટ રામેશ્વર હોટલ ખાતે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત.

Share

દેડીયાપાડા અંકલેશ્વર રોડ પર આવેલ નિઘટ ગામે પાસે આવેલ સી.એન.જી.પંપ ની સામે રોડ ઉપર પૂરપાટ ઝડપે જતી એક એક સફેદ કલરની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડીનંબર-GJ-06-HL-5867 એ મોટર સાઇકલનંબર-GJ-22-F-0368 સાથે અકસ્માત કરી બાઇકને અડફેટમાં લેતાં સાસરીમાં જતા દંપતી અને માસૂમ પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઇ છે.

દેડિયાપાડા તાલુકાના નિગટ ગામપાસે હાઇવે પર આજે સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલભાઈ જેઠાભાઇ વસાવા (ઉં.વ.૨૮) તથા તેમની પત્ની કોકિલાબેન (ઉ.વ.૨૭), પુત્ર રીયાન (ઉ.વ.૪) અને પુત્રી રૂત્વી (ઉ.વ.૦૧)એક બાઇક પર બેસીને સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા. ત્યારે નિગટ ગામ પાસે વડોદરા પાસિંગની સ્વીફ્ટ કારે બાઇકને જોરદાર ટક્કર મારતા૧) સુનીલભાઇ જેઠીયાભાઇ વસાવા તથા (૨) કોકીલાબેન W0 સુનીલભાઇ
જેઠીયાભાઇ વસાવા તથા (૩) રીયાનભાઇ S/O સુનીલભાઇ જેઠીયાભાઇ વસાવા ત્રણેય રહે-ભુતબેડા, વડ ફળીયુ તા.દેડીયાપાડાની બાઈક સો મીટર જેટલા દૂર ઘસડાઇ હતી. જેમાં કોકિલાબેન અને પુત્ર રીયાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે સુનિલભાઈ વસાવાને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા સારવારદરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બચી ગયેલી અને ગંભીર રીતે ઘાયલ રુત્વીને વડોદરા ખાતે દવાખાને ખસેડવામાં આવી હતી. કારના ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે ભૂતબેડાગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ પહોંચ્યું રેડ ઝોનમાં કેવી રીતે ?

ProudOfGujarat

એક જ મહિનામાં 16 મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા : કોરોનાની મહામારી વચ્ચે પડતા પર પાટુ.

ProudOfGujarat

રાજપીપળાનાં સિંધીવાડ વિસ્તારમાં ગત રાત્રે વીજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ : અનેક લોકોનાં ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!