Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

Share

નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી ડી.પી.દેસાઈ હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરતાં પુલકીત ભટ્ટ ઉત્તરસંડા મૂકામે રહેતા હતા. ગતરોજ રાત્રે
પુલકીત ભટ્ટ પોતાનું એવીએટર ટુ ચલાવીને પોતાના ઘરેથી શાળા ખાતે કોઈ કામ અર્થે આવતા હતા. આ દરમિયાન ડીપી દેસાઈના ખાંચામા વળવા જતી વેળાએ વાણીયાવાડ તરફથી આવેલા નંબર વગરના નવું બુલેટ રોયલ એનફીલ્ડ બાઇકે પુલકીતભાઈના વાહન સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.
જેના કારણે પુલકીતભાઈ તથા બુલેટ બાઇક પર બેઠેલા બે ઈસમો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પુલકીતભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે. જ્યારે બુલેટ બાઈક પર બેઠેલા બે લોકો ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભે પુલકીતભાઈના સંબધી ભાવેશ ભટ્ટે નડિયાદ ટાઉન પોલીસમા ઉપરોક્ત વાહનચાલક સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડીયાદ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી સ્પર્ધા યોજાશે.ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરાશે.

ProudOfGujarat

કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.

ProudOfGujarat

ચિત્રકારત્વ ક્ષેત્રે GAWA ઈન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારતાં પંકજ ચાવડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!