Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન સામે જ બુટલેગરે તેની પત્નીને માર માર્યો

Share

પ્રેમિકાને કારણે ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ આપવા ગઈ હતી

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતી અલીઝા નવાબ ઈમરાનશા દિવાન હાલમાં તેના પિયરમાં ભીડભંજન નગર વિસ્તારમાં રહે છે. તેના પતિ નવાબ ઈમરાનશા દિવાનને રાજધાની હોટલની પાછળ આવેલાં કીંગડમ એપાર્ટમેન્ટમાં રહેતી રુક્સસાર સાકીબ પટેલ નામની યુવતી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો છે. તેમજ તેની સાથેના પ્રેમ સંબંધને કારણે તેનો પતિ તેને ઘર ખર્ચ માટે રૂપિયા આપતો ન હતો.

ઉપરાંત રૂપિયા માંગે ત્યારે તેની સાથે ઝઘડો કરતો હતો. જેના પગલે તે તેના સંતાનો સાથે તેના પિયરે ભીડભંજન નગર ખાતે રહેતી હતી. પતિના ત્રાસ કંટાળી તે આખરે તે શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડ ખાતે આવેલાં મહિલા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા જઈરહી હતી. તેવેળાં તેના પતિ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. જયાં તેણે અલીઝાને તે અને તારા ભાઈએ મારા દાગીના અને મોપેડ ચોરી કરીને લઈ ગયાં છો તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં નવાબ ઈમરાનશા દિવાને તેની પત્ની અલીઝાને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેને છોડાવી હતી. બનાવને પગલે મહિલા પોલીસે તેની ફરિયાદના આધારે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

सुपर स्टार महेश बाबू ने उत्तराखंड के मुख्यमंत्री त्रिवेन्द्र सिंह रावत से की मुलाक़ात!

ProudOfGujarat

નડિયાદ : પાર્ક કરેલ ગાડીનો કાચ તોડી તસ્કરો રોકડ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટની કરી ઉઠાંતરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડાથી પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!