Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ કરાયો.

Share

યુનેસ્કોએ પીએમ મોદીના જન્મસ્થળ વડનગરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું છે. મહેસાણામાં જિલ્લા આ સ્થાન મોઢેરા સૂર્ય મંદિરને પણ મળ્યું છે. વડનગર 2500 વર્ષ જૂનું ઐતિહાસિક શહેર છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીના ખડકોને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ ત્રણ ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવ્યા છે.

વડનગરનું આ છે ઐતિહાસિક મહત્વ

Advertisement

7 મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગના પ્રવાસ વર્ણનમાં વડનગરનો ઉલ્લેખ છે. વડનગર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે. આ સ્થળના ઘણા ભાગોમાં જૈન ગુફાઓહતી અને સોલંકી શાસકો દ્વારા ઘણા સ્મારકો બનાવવામાં આવ્યા હતા. આમ વડનગર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી મહત્વનું છે. અહીંના ખોદકામમાં મળેલા અવશેષો દ્વારા વડનગરની પ્રાચીનતાની પુષ્ટી ઘણી વખત થઈ છે. ખોદકામ દરમિયાન પ્રાચીન માટીકામ, ઝવેરાત અને વિવિધ પ્રકારના શસ્ત્રો મળી આવ્યા છે. ઘણા પુરાતત્વવિદો માને છે કે વડનગર એ હડપ્પન સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળોમાંનું એક છે. ઈતિહાસમાં વડનગર અનેક નામોથી જાણીતું છે. તેમાં આનંદપુર, સ્નેહપુર અને વિમલપુરનો સમાવેશ થાય છે. ગાયક તાના અને રીરી પણ આ પ્રાચીન નગરથી છે.

મોઢેરાની આ છે વિશેષતા

મોઢેરાના મંદિરનો ઉલ્લેખ અનેક પુરાણોમાં કરવામાં આવ્યો છે. અહીં સૂર્યનું પહેલું કિરણ પણ પડે છે જેથી આ મંદિરને સૂર્ય મંદિર પણ કહેવામાં આવે છે. આ એક ઐતિહાસિક જગ્યા છે જેની બનાવટક અને કારીગરી ઉત્તમ પ્રકારની છે. પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર ધર્મરણ્ય તરીકે ઓળખાતો હતો. પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાવણનો વધ કર્યા પછી ભગવાન શ્રી રામે તેમના ગુરુ વશિષ્ઠને કહ્યું કે તેઓ તેમને એવી જગ્યા બતાવો જ્યાં તેઓ આત્મશુદ્ધિ માટે જઈ શકે અને બ્રહ્માહત્યના પાપમાંથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરુ વશિષ્ઠે શ્રીરામને અહીં આવવાની સલાહ આપી હતી.

આ બાબતો લેવાય છે ધ્યાને

યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થળની પસંદગી માટે અમુક માપદંડો નક્કી કરવામાં આવતા હોય છે. જેમ કે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલી શ્રેષ્ઠ કૃતિ, સ્મારકો, પુરાતત્વ, તકનીક અથવા હસ્તકલા વગેરેનો સમાવેશ થવો જરુરી છે આ ઉપરાંત આર્કિટેક્ચર, નૈસર્ગિક રીતે પ્રાચીન બાંધકામનો નમૂનો અને ઉત્તમ ઉદાહરણરુપ હોવું જોઈએ.


Share

Related posts

દિલીપ કુમારને અલવિદા: આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર.

ProudOfGujarat

અંકલેશ્વરની મંગલમુર્તી સોસાયટીમાં એક મકાનના શેડ પર શ્વાન ચઢી જતા ફાયર વિભાગ દ્વારા નિષ્ફળ રેસ્ક્યુ કરાયું..!!

ProudOfGujarat

પંચમહાલ : ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલમા કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂ તાલુકા પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!