Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના પાડા ગામે ઇકો ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બે બુટલેગરોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલા ભારતીય બનાવટના વિદેશી શરાબનો વેપલો કરતા તત્વો સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જ લાખોની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે વધુ એક શરાબનો મોટો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના પાડા ગામે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડા પાડી ઇકો ગાડી નંબર MH,43,AT 8074 માંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બે બુટલેગરો (૧) પરેશ રમેશભાઈ વસાવા રહે,ગોરાટીયા નેત્રંગ તેમજ (૨) સંજય ભાગવાન મોરે રહે માંડલ ધુલિયા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડી મામલે અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની-મોટી કુલ ૩૩૫ નંગ બોટલો સહિત ઇકો ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ૪,૫૨,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ફફડાટ છવાયો છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

અંકલેશ્વરના જુના કાંસિયા ખાતે બાઈક ચાલક પર અજાણ્યા ઈસમોનો હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા…

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!