Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

Share

આમલાખાડી પર બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ફરી એક વખત પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો આમલાખાડીનાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. આ અગાઉ પણ આં રસ્તા નાં લીધે વર્ષા ઋતુ માં ધોધમાર વરસાદ આવતા પિરામણ ગામ અને અંક્લેશ્વર શહેર ની પ્રજા ને આમલાખાડીનાં ઓવરફ્લોનાં કારણે રસ્તાઓ બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડયો છે.

પિરામણ ગામનાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ” વારંવાર આમલાખાડી ઓવર ફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે.આં સીઝન માં ઓછા વરસાદ માં પણ પિરામણ ગામ નો રસ્તો અનેક વખત બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવર જવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવા થી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વર ને જૂન મહિના માં જાણકારી આપી હતી સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવા ની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી. ભારે વરસાદ માં આં હંગામી બનાવેલ રસ્તા ઉપરથી પાણી જવાથી માટી ધોવાઈ ને ખાડી માં જવાથી ખાડી માં પુરાણ થઈ રહ્યું છે. રેલવે વિભાગ ને કામ ની ઉતાવળ છે તો એ ત્યાં સ્લેબ ડ્રેન પુલ બનાવી કાર્યવાહી કરી શકે છે જેથી પાણી ને અવરોધ નહી થાય. પાઈપ નાખી રસ્તો બનાવવાથી પાણી ને અવરોધ થઈ રહ્યો છે. ઇજારદાર પ્રજા ને પડી રહેલ હાલાકી થી અજાણ હોઈ શકે પરંતુ તંત્ર આં બાબતે કેમ મૌન રહી શકે?

Advertisement

Share

Related posts

પાલેજ નવીનગરી વિસ્તારમાં રીક્ષા ચાલકે સવા વર્ષના બાળકને કચડતાં મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!