Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોવિડને ધ્યાનમાં લઇ ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાનાર “હેપ્પી સ્ટ્રીટ” નો કાર્યક્રમ મોકૂફ રખાયો.

Share

દુનિયામાં અનેક દેશોમાં કોરોના વાઇરસના કહેરે ફરી દસ્તક દીધી છે, તેવામાં ભારતમાં પણ કોરોનાની સંભવિત અસરના પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના પ્રોટોકોલનુ પાલન કરવાના સૂચનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કોવિડની સંભવિત અસરને લઇ તંત્ર એલર્ટ બન્યું છે, અને વિવિધ જિલ્લાઓમાં કોવિડ પ્રોટોકોલ અંગેના સૂચનો પણ અપવાનામાં આવી રહ્યા છે.

ભરૂચ ખાતે આગામી ૨૫ ડિસેમ્બરના રોજ માતરિયા તળાવ ખાતે “હેપ્પી સ્ટ્રીટ” નો કાર્યક્રમ તંત્ર દ્વારા રાખવામાં આવ્યા હતો, પરંતુ કોવિડની સંભવિત અસર વર્તાઈ રહી હોય જે બાબતોને ધ્યાનમાં રાખી હાલ પુરતું યોજાનાર હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે, જે અંગેની માહિતી ટ્વીટના માધ્યમ થકી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં 5 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ : નર્મદા જિલ્લા આરોગ્ય એલર્ટ.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક આવેલ પિરામણ ગામ પાસેનાં પુલ ઉપર આમલાખાડીનું પાણી ફરી વળ્યું.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી રાહુલ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!