Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં પાંચ ઇલેક્ટ્રિક બસનું હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

Share

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ રાજકોટ બસ પોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ પાંચ ઇલેક્ટ્રિક બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ બસ પોર્ટમાં આવેલા ખાણીપીણીના સ્ટોલની મુલાકાત લીધી હતી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસપોર્ટ ખાતેના ટી સ્ટોલ ખાતે ચાની લિજ્જત માણી હતી તેમજ સુશોભિત કરાયેલ બસમાં પેસેન્જર્સ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગનો હવાલો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી એક્શન મોડમાં છે. તેઓ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. રાજકોટથી જુનાગઢ વચ્ચે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવા આવેલ ગૃહમંત્રીએ આ દરમિયાન રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી, બસ ચેકિંગ દરમિયાન તેઓ લોકલ બસમાંથી કચરો કર્યો સાફ કરતા જોવા મળ્યા હતા અને ત્યાં જ ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા હતા. રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કલોત્રાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજકોટથી જૂનાગઢ રૂટમાં પ્રથમ વાર પ્રદૂષણમુક્ત પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું છે. જેનું ભાડું 150 રૂ. છે. આ તમામ ઇલેક્ટ્રિક બસોમાં 33 મુસાફર સીટો ઉપલબ્ધ છે અને એર કંડીશનર સાથે સુસજ્જ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ProudOfGujarat

સુરતના અમરોલી ખાતે મેલડી માં નાં પાટોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચના માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!