Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે આવેલ ટીકિકા અકેડમીમાંથી 13 મો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Share

દર વર્ષની જેમ આ વર્ષે પણ કરજણ તાલુકાના વલણ ગામે આવેલ “ટીકિકા અકેડમી” માંથી 13 મો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. સવારે “ધરમપુર સાયન્સ સેન્ટર” માં છાત્રોએ પ્લેનેટોરિયમમા બ્રહ્માંડના દર્શન કર્યા, 3 ડી વિજ્ઞાન શો, સાયન્સ પાર્ક અને ડાયનાસોર, લોકપ્રિય વિજ્ઞાન, મિરર હાઉસ, વિજ્ઞાનના પ્રયોગો નિહાળી ચકિત થઈ ગયા.

સાંજે “સેલવાસના વનગંગા લેક ગાર્ડન” મા પ્રકૃતિનાં ખોળે ખૂશનુમા વાતાવરણમાં મોજ કરી. કેટલાક છાત્રોએ સરોવરમા બોટિંગની મજા લીધી. રાત્રે દમણ થઈ પરત આવ્યા. અકેડમીના ડાયરેક્ટર કિકા તૌસીફ સાહેબે સમગ્ર પિકનિકનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. તેમના સ્ટાફમાંથી પ્રિન્સિપાલ ડૉ. અકીલા મેડમ, રિયાઝભાઈ, સાયમાબેન પણ આ શૈક્ષણિક પ્રવાસમા જોડાયા હતા.

તૌસીફભાઈ કિકા : વલણ-કરજણ

Advertisement

Share

Related posts

જૂનાગઢ ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ઘસારો

ProudOfGujarat

ભરૂચ : નવજીવન હ્યુન્ડાઈ ખાતે નવી ગ્રાન્ડ i10 NIOS અને AURA નું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!