Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલાની જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઇ.

Share

વિશ્વભરમાં હાલ કોવિડ-૧૯ ની મહામારીની વર્તાઇ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની આગેવાનીમાં મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમિયાન ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબીઅધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.સંગીતા પરીખે મોકડ્રીલમાં ઉપસ્થિત તમામને ઓ.પી.ડી., આઇ.સી.યુ., RTPCR ટેસ્ટ લેબોરેટરી, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ, જનરલ વોર્ડ સહિત તમામ સુવિધાઓની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.

આ મોકડ્રીલ દરમિયાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓના નિરીક્ષણ બાદ હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે બેઠકનું યોજી હતી. આ બેઠક દરમિયાન જરૂરી માર્ગદર્શ પુરુ પાડતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમા જિલ્લામાં કોવિડની કોઇ પરિસ્થિતિ નથી, પરંતુ ભવિષ્યમાં સંભવત: જો કોઇ પરિસ્થિતિ થાય તો તેવા સંજોગોમાં તેને પહોંચી વળવા આપણે સૌ સંપુર્ણ તૈયારી દાખવી સતર્ક રહીએ અને કોવિડને લગતી કે કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર માટે જરૂરી તમામ દવાઓ અને સામગ્રી અગાઉથી જ ઉપલબ્ધ રાખીએ તેમ જણાવી ધારાસભ્યએ રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ મોકડ્રીલ દરમિયાન કેમ્પસમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તમામ પ્રકારના વોર્ડનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં કોરોના મહામારીની કોઇપણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ પણ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોકડ્રીલ દરમિયાન મુખ્યત્વે PSA ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, એલ.એમ.ઓ. ટેન્ક, એમપીજીએસ, ઉપલબ્ધ બેડની વિગતો, ઓક્સિજન સીલીન્ડર્સ, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધિ, ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ઓરીએન્ટેશન જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. જેના અનુસંધાને જીએમઇઆરએસ હોસ્પિટલ-રાજપીપલા ખાતે આગામી સંભવિત કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને હાલમાં આઇસોલેશન બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ હોસ્પિટલમાં હાલ ૨૧ આઇસીયુ બેડ, ૧૨ ઓક્સિજન બેડ, ૨૬ જનરલ બેડ મળી કુલ-૫૯ બેડની વ્યવસ્થા સાથે RTPCR લેબોરેટરી અને ડીજીટલ એક્સરેની સુવિધાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથોસાથ હોસ્પિટલમાં ૬૨૨ જમ્બો ઓક્સિજન સીલીન્ડર, ૬૨ નાના ઓક્સિજન સીલીન્ડર, ૧૦૦૦ લીટર ક્ષમતાની ૨ (બે) લીકવીડ ઓક્સિજન ટેન્ક અને ૨૦૦ લીટરની ક્ષમતાની ૨ (બે) લીકવીડ ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. તેની સાથે ૧૨૦ જેટલાં વેન્ટીલેટર્સ, ૬૨ મલ્ટીપેરા મોનીટર્સ, ૩૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ૧૧૪ જેટલાં રેગ્યુલેટર્સ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજનના ૪ (ચાર) PSA પ્લાન્ટ કાર્યરત છે. લોજીસ્ટીકની વ્યવસ્થાના ભાગરૂપે ૧ (એક) મિની બસ અને ૪ (ચાર) એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. પ્રજાજનો જિલ્લાવાસીઓને જાહેર અપીલ કરતાં ધારાસભ્યએ ઉમેર્યું કે, કોઈપણ તકલીફ આવે તો ડરવાની કે હારવાની જરૂર નથી. દર્દીઓની સારવાર માટે જિલ્લાનું સિવિલ હોસ્પિટલનું તંત્ર ખડે પગે તૈયાર છે.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

કેવડિયા ખાતે ચાલી રહેલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ તંત્ર એલર્ટ : ગરૂડેશ્વર તાલુકાનાં સમગ્ર વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો.

ProudOfGujarat

નડિયાદના લખાવાડમા રૂપિયા ૧.૬૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ ગામે વર્ષમાં એક જ વખત ખીલતું બ્રહ્મકમળનુ ફૂલ ખીલ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!