Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ.

Share

વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા પણ કોવીડ-૧૯ ના કેસોના નિયંત્રણ લેવા માટેનાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કોવીડ નિયંત્રણ માટે સાવચેતી અને અગમચેતીના અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે એટલું જ નહિ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ૨૯ ખાનગી હોસ્પીટલમાં PSA ઓકસીજન પ્લાન્ટ ૯, ઓકસીજન કોન્સન્ટ્રેટર ૩૪૭, ઓકસીજન સીલેન્ડર ૩૬૩ (મોટા ૨૩૧, નાના ૧૩૨) અને ઓકસીજન પાઈપલાઈન કાર્યરત છે.

જિલ્લામાં કુલ બેડની સંખ્યા ૨૭૨૫ છે. તેમાંથી ICU વેન્ટીલેટર સાથે બેડ- ૧૭૭, વેન્ટીલેટર વગર ૩૬૪ અને ઓકસીજન બેડ ૧૨૧૧ તેમજ આઈશોલેશન બેડ ૯૭૩ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થાઓ અને સજ્જતાની ચકાસણી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક સરપંચો, આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. દરેક તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પુરતા પ્રમાણમાં દવાઓ, સાધનસામગ્રી, માનવબળ ઉપલબ્ધ છે તેની ખાત્રી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : પુરાવા લીધા વિના સીમકાર્ડ વેચતા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરતમાં વરસાદી માહોલ : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરના નેતાજી ફળિયા વિસ્તારમાં વૃદ્ધાને ઘરમાં બંધક બનાવી લૂંટને અંજામ અપાતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!