Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કામરેજમાં ટ્રક ચાલકને ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર બે ઝડપાયા.

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં 1 અઠવાડિયા પહેલા ટ્રક ચાલકને આંતરી ચપ્પુની અણીએ લૂંટી લેવાની ઘટના બની હતી. જે મામલે એલ.સી.બી પોલીસે તપાસનો દોર શરૂ કરી ગણતરીના દિવસોમાં જ લૂંટ ચલાવનાર 2 આરોપીઓની અટક કરી લીધી છે. એક અઠવાડિયા અગાઉ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે લૂંટની ઘટના બની હતી.

ફાઉન્ટેઇન હોટલ નજીક નેશનલ હાઇવે નં. 48 ઉપર એક ટ્રકનાં ચાલકને રાત્રિના અંધારના સમયમાં 3 જેટલા અજાણ્યા આરોપીઓએ ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ રકમની લૂંટ કરી નાસી ગયા હતા. જે મામલે સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. તે દરમિયાન જિલ્લા એલ.સી.બીનાં પી.આઈ બી.ડી.શાહ અને એસ.ઓ.જીનાં પી.આઈ બી.જી. ઇસરાણીએ અલગ અલગ ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 પૈકી બે આરોપીઓ કામરેજના ઘલા રોડ ઉપર આવેલા ગાય પગલાં જવાના ત્રણ રસ્તા પર ઉભેલા હોવાની બાતમી પોલીસને મળતા તેઓએ રેડ કરી હતી. રોડ કરતાં અનિકેત મહેશભાઈ વસાવા તેમજ નિલેશ રવિભાઈ વસાવાની અટક કરવામાં આવી છે. બંને પાસેથી લૂંટ કરેલા વિવો કંપનીનો મોબાઇલ, અંગ ઝડતીનો મોબાઇલ તેમજ રોકડ મળી 17, 870 નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : નાગોરીવાડ વિસ્તારનાં રહીશો નર્કાગાર સમાન વિસ્તારમાં કરે છે વસવાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ તરફ વાલીઓનો વધ્યો વિશ્વાસ, ખાનગી શાળાઓમાંથી 685 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં લીધો પ્રવેશ

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાનાં દલવાડા ગામ પાસે કોતરમાં ટ્રક ખાબકી, ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!