Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના હાઈ-ફાઈ એરીયામાં 29 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, થર્ટી ફર્સ્ટમાં ડ્રગ્સ પેડલરો થયા સક્રીય

Share

અમદાવાદમાં છાસવારે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ બની રહી છે. એક પછી એક ડ્રગ્સ પકડવાના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સિંધુભવન પાસેથી 29 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. પેડલરો જ્યારે ડ્રગ્સ આપવા માટે આવ્યા ત્યારે પોલીસના હાથે ઝડપાયા હતા. આ આરોપીઓએ છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ વખત અમદાવાદમાં એમડી ડ્રગ્સ પહોંચાડ્યું છે.

અમદાવાદ સિંધુભવન રોડ પર બે વ્યક્તિ સિંધુભવન રોડ પર લાખોના માલ સાથે ડ્રગ્સ આપતા ઝડપાયા હતા. ખાસ કરીને થર્ટી ફર્સ્ટનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે આ માહોલમાં ડ્રગ્સ પેડલરો પણ સક્રીય થઈ રહ્યા છે. ત્યારે તેમની એક પછી એક તમામ ચાલ પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. એસઓજી દ્વારા ડ્રગ્સ સાથે આ બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

એસઓજીએ ઈરફાન ઉર્ફે પોપટ સિધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સો પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. બન્ને આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરના છે. આરોપીઓ પાસેથી 296 ગ્રામ એમડી ડ્રગ્સ 29 લાખનું ઝડપી પાડવામાં આવ્યું છે. બન્ને અમદાવાદના સિંધુ ભવન પર આવતા તેમની આવવાની બાતમી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા કેટલીક વિગતો સામે આવી હતી. તેઓ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિની સારવાર કરવામાં આવી રહી છે તેના ઉપનામ અથવા અન્ય કોડવર્ડનો ઉપયોગ કર્યો હતો. જેથી કરીને કોઈ બદમાશ કે નકલી વ્યક્તિ તેમનો માલ ચોરી ન કરી શકે અને આ માદક દ્રવ્યો વેપારીના હાથમાં આપતા હતા. આ જથ્થો ત્યારે જ આપવામાં આવ્યો હતો જ્યારે ડ્રગ્સ લેવા આવેલી વ્યક્તિએ તે જ કોડવર્ડ આપ્યો હોય.


Share

Related posts

વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે નવા પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ, પોલીસ કર્મચારી કવાટર્સનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સિગ્મા અને પારૂલ યુનિવર્સીટીની કોલેજોમાં પંચમહોત્સવનો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!