Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગતા મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ઝઘડિયા તાલુકાના તેજપુર ગામના વતની રવિન્દ્ર દિનેશભાઈ વસાવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આજરોજ રવિન્દ્ર વસાવા તેમની ટીમ સાથે પોરા ફીડરના કરાર ગામની સીમમાં વીજ સમારકામ માટે ગયા હતા. કરાર ગામની સીમમાં સમારકામ દરમિયાન અચાનક રવિન્દ્રભાઈ વસાવાને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને અર્ધ બેભાન અવસ્થામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સાથેના અન્ય વીજ કર્મીઓ તેમને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને‌ મરણ પામેલ જાહેર કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સનો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 1,03260 મતથી આગળ…

ProudOfGujarat

ઉમલ્લા ખાતે પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!