Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉતરાયણ પર્વને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ બી.આર. પટેલની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને યોજાયેલ આ બેઠકમાં ભાજપા અગ્રણી રશમિકાન્ત પંડ્યા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રશમિકાન્ત પંડ્યાએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે ઉમલ્લા પીએસઆઇએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે આગેવાનો સાથે જરુરી ચર્ચા કરી હતી તેમજ ઉત્તરાયણ નિમિત્તે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહિ કરવા તેમજ વ્યાજના દૂષણને દુર કરવા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. ઇન્દોરના આગેવાનોએ લીઝના વાહનો મર્યાદામાં વજન લોડ કરીને આવજાવ કરે તેની ક‍ાળજી લેવાય તેમ જણાવ્યું હતું. પાણેથાનાં સરપંચે શાળા પાસે ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

जहीर इकबाल फ़िल्म “नोटबुक” के साथ बॉलीवुड में अपना डेब्यू करने के लिए पूरी तरह से है तैयार!

ProudOfGujarat

ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!