Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ દ્વારા રમતોત્સવ યોજાયો.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ અગ્યાર સંસ્થાઓ આવેલ છે. મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ આજરોજ આ આવેલ અગિયાર સંસ્થાઓની લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની રમત ગમત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં લાંબીકુદ, ઉચીકુદ, ગોળાફેક, બરસીફેક, 100 થી લઈને 5000 મીટર સુધીની દોડ તેમજ કબ્બડ્ડી અને ખોખો વગેરે રમતો વિદ્યાથીઓને રમાડવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં તમામ શાળા તેમજ ગ્રામજનો આ રમતો નિહાળવા આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સ્પોર્ટ્સ કોચ પાર્થ ચૌહાણ, પ્રકાશભાઈ સોની, સી.બી.જાડેજા સહિતના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા હતા તમામ રમતોની મજા માણી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમરેલી-યુવકનું પાંચ શખ્સોએ કારમાં કર્યુ અપહરણ-પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી……

ProudOfGujarat

ભરૂચ : ″મેરી મીટ્ટી મેરા દેશ″ થીમ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી નિમિત્તે મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષપદે વર્ચયુઅલ બેઠક યોજાઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!