Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે

Share

ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે, પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે. તેમણે માંગણી કરી છે કે, અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂર પાડી આપવામાં આવે.

Advertisement

વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે


Share

Related posts

આમોદ કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના તૈયાર કપાસ કાપી નાંખ્યો

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!